મુખ્ય સામગ્રી પર જાઓ

બાગાયત વિભાગની 'અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ' હેઠળ માળી કામની ત્રિ-દિવસીય તાલીમ

યોજનાકીય લાભો માટે તા.૨૨ સપ્ટેમ્બર સુધીમાં I-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી આવશ્યક.

બાગાયત વિભાગની 'અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ' હેઠળ માળી કામની ત્રિ-દિવસીય તાલીમ

રાજપીપલા :  નર્મદા જિલ્લામાં બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત વિભાગની “અર્બન ગ્રીન મિશન કાર્યક્રમને અનુલક્ષીને ત્રિ-દિવસીય માળીકામ માટેની કૌશલ્યવર્ધન
તાલીમ આપવામાં આવશે. જેમાં તાલીમ સહિત ગાર્ડન ટુક કીટ અને વૃત્તિકા તાલીમાર્થીને મળવાપાત્ર રહેશે.

આ યોજનાનો લાભ લેવા માંગતા ૧૮ થી ૪૫ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઇચ્છુક અરજદારોએ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ, જાતીના દાખલા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રાજપીપલા-જિ.નર્મદા ખાતે જમા કરાવવાની રહેશે.

ઉપરાંત, યોજનાની વધુ માહિતી મેળવવા માટે www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ તેમજ ૦૨૬૪૦-૨૨૧૮૮૯ ઉપર સંપર્ક સાધવા અંગે નાયબ બાગાયત નિયામકશ્રી, રાજપીપલા,
જિ.નર્મદા તરફથી મળેલ એક અખબારી યાદીમાં જણાવાયું છે. 

સંબંધિત સમાચાર