મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

આફતાબ શિવદાસાનીએ તેની સામે છેતરપિંડી થઇ હોવાનો કેસ નોંધાવ્યો

આફતાબ શિવદાસાની પોતાની સાથે  છેતરપિંડી થતા મુશ્કેલીમાં મુકાયો છે. ભિનેતાએ આરોપ લગાવ્યો છે કે તેની સાથે છેતરપિંડી કરનારાઓની એક ટોળકી દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.

આફતાબ શિવદાસાનીએ તેની સામે છેતરપિંડી થઇ હોવાનો કેસ નોંધાવ્યો

મુંબઈ: અભિનેતા આફતાબ શિવદાસાની સામે 1.49 લાખ રૂપિયાની છેતરપિંડી થયા બાદ મુંબઈ પોલીસે સાયબર ફ્રોડનો કેસ નોંધ્યો છે. આ ફરિયાદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

ફરિયાદ મુજબ, 45 વર્ષીય અભિનેતાને બેંક તરફથી તેનું પાન કાર્ડ અપડેટ કરવા માટે એક કથિત સંદેશ મળ્યો, જ્યારે સંદેશમાંની લિંક પર ક્લિક કરવામાં આવ્યું, ત્યારે બેંકનું એક નકલી પેજ ખુલ્યું. ત્યારબાદ સાયબર છેતરપિંડી કરનારે આફતાબને અજાણ્યા નંબર પરથી ફોન કરીને તેનો મોબાઈલ નંબર અને પિન દાખલ કરવાનું કહ્યું હતું. પિન દાખલ કરતાની સાથે જ આફતાબના ખાતામાંથી 1,49,999 રૂપિયા કપાઈ ગયા હતા.

બાંદ્રા પોલીસે આઈપીસી અને આઈટીની કલમ 420 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વધુ તપાસ ચાલુ છે.

આફતાબ 'મસ્તી', 'ગ્રાન્ડ મસ્તી', 'હંગામા', 'આવારા પાગલ દિવાના' અને '1920: એવિલ રિટર્ન્સ' જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતો છે.

fashion

સંબંધિત સમાચાર

travel