યૌન શોષણના આરોપમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામને કોર્ટમાંથી સાત દિવસની પેરોલ મળી છે. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આસારામને સારવાર માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યો છે. આસારામની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને પેરોલ આપવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં આસારામ સારવાર માટે મહારાષ્ટ્ર જશે.
યૌન શોષણના આરોપમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામને કોર્ટમાંથી સાત દિવસની પેરોલ મળી છે. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આસારામને સારવાર માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યો છે. આસારામની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને પેરોલ આપવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં આસારામ સારવાર માટે મહારાષ્ટ્ર જશે. આસારામની સારવાર મહારાષ્ટ્રમાં થશે. હાઈકોર્ટના જસ્ટિસ ડૉ. પુષ્પેન્દ્રસિંહ ભાટીની ડિવિઝન બેન્ચે વચગાળાની પેરોલ મંજૂર કરી છે.
હાલમાં જ જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામની તબિયત ફરી એકવાર બગડી હતી. આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આસારામના મેડિકલ ચેકઅપ બાદ તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આસારામની નાદુરસ્ત તબિયતની માહિતી મળતાં જ તેમના સમર્થકો હોસ્પિટલની આસપાસ એકઠા થઈ ગયા હતા, ત્યાર બાદ ત્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી
મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજે આસારામને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ તેમને તાત્કાલિક એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં જરૂરી તબીબી પરીક્ષણો કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પુણેની માધવબાગ હોસ્પિટલના ડોક્ટરોની દેખરેખ હેઠળ એપ્રિલ મહિનામાં જોધપુરની એક ખાનગી હોસ્પિટલમાં આસારામના હૃદયની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવી હતી. હવે ફરી આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે એમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓ ઘણા સમયથી છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા હતા.


