મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ રેલવે મંડળની નવી પહેલ: ૩૦ પાણીની ટાંકીઓ પર વોલ પેઇન્ટિંગ જાહેરાત માટે ઈ-નીલામી કરાર ફાળવાયો

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે બિન-ભાડા આવક વધારવા ૩૦ ઓવરહેડ પાણીની ટાંંકીઓ પર વોલ પેઇન્ટિંગ જાહેરાત માટે ૫ વર્ષનો ઈ-નીલામી કરાર કર્યો છે. જાણો વિગતો.

અમદાવાદ રેલવે મંડળની નવી પહેલ: ૩૦ પાણીની ટાંકીઓ પર વોલ પેઇન્ટિંગ જાહેરાત માટે ઈ-નીલામી કરાર ફાળવાયો

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ ભારતીય રેલવેની બિન-ભાડા આવક (Non-Fare Revenue)માં વધારો કરવા તેમજ ઉપલબ્ધ રેલવે સંપત્તિઓનો મહત્તમ વ્યાવસાયિક ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સતત નવીન પહેલો કરી રહ્યું છે. આ જ દિશામાં, મંડળ દ્વારા વિવિધ રેલવે સંપત્તિઓના અસરકારક વ્યાવસાયિક ઉપયોગ માટે મંડળના વિવિધ સ્ટેશનો અને રેલવે પરિસરોમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકીઓ પર વોલ પેઇન્ટિંગ દ્વારા જાહેરાત પ્રદર્શન કરવા માટે ઈ-નીલામી (e-Auction) મારફતે એક મહત્વપૂર્ણ કરાર ફાળવવામાં આવ્યો છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશના નેતૃત્વ હેઠળ આ કરાર સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. આ પહેલ ઉપલબ્ધ રેલવે સંપત્તિઓના વધુ અસરકારક વ્યાવસાયિક ઉપયોગને પ્રોત્સાહન આપવાની સાથે બિન-ભાડા આવકમાં વધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

આ કરાર હેઠળ અમદાવાદ મંડળના વિવિધ રેલવે સ્ટેશનો અને રેલવે પરિસરોમાં આવેલી 30 ઓવરહેડ પાણીની ટાંકીઓ પર વોલ પેઇન્ટિંગ દ્વારા જાહેરાતો પ્રદર્શિત કરવામાં આવશે. આ સંપત્તિઓ પર ઉપલબ્ધ કુલ જાહેરાત ક્ષેત્રફળ આશરે 2,901 ચોરસ મીટર છે. 5 વર્ષની અવધિ માટે ફાળવાયેલા આ કરારનું કુલ સ્વીકૃત મૂલ્ય ₹22,12,500/- છે. આ યોજનામાં અમદાવાદ, મણિનગર, કાંકરિયા યાર્ડ, ભુજ, પાલનપુર, મહેસાણા, ઝખવાડા, છારોડી, સાણંદ, આંબલી રોડ, ગાંધીનગર, ખોડિયાર, સાબરમતી તથા ભીલડી ખાતે આવેલી ઓવરહેડ પાણીની ટાંકીઓનો સમાવેશ થાય છે.

અમદાવાદ મંડળ દ્વારા રેલવે સંપત્તિઓના સુવ્યવસ્થિત વ્યાવસાયિક ઉપયોગ દ્વારા બિન-ભાડા આવકમાં સતત વધારો કરવા માટે અનેક નવીન વ્યાવસાયિક પહેલો અમલમાં મૂકવામાં આવી રહી છે. નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન પર ડિજિટલ લગેજ લોકર સુવિધા, કાંકરિયા ગુડ્સ શેડ ખાતે એક્સેસ-કન્ટ્રોલ્ડ પેઇડ પાર્કિંગ તથા ફ્રેટ એલાઇડ સર્વિસિસ, ટ્રેન સાઇડ વેન્ડિંગ (TSV) માટે ત્રણ વર્ષનો કરાર, મહેસાણા રેલવે સ્ટેશન પર ગેમ ઝોનના વિકાસ, સંચાલન અને જાળવણી માટે ઈ-નીલામી કરાર તેમજ અમદાવાદ મંડળના વિવિધ રેલવે સ્ટેશનો પર ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ આધારિત ટેક્સી સેવાઓની ઉપલબ્ધતા જેવી અનેક નવીન યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલોથી મુસાફરોને આધુનિક અને સુવિધાજનક સેવાઓ ઉપલબ્ધ થઈ છે તેમજ રેલવેની બિન-ભાડા આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

ઓવરહેડ પાણીની ટાંકીઓ પર જાહેરાત પ્રદર્શન કરવાની આ નવી પહેલ પણ અમદાવાદ મંડળની દૂરદર્શી વિચારસરણીનું પરિણામ છે, જેના માધ્યમથી ઉપલબ્ધ રેલવે સંપત્તિઓનો મહત્તમ વ્યાવસાયિક ઉપયોગ સુનિશ્ચિત કરી આવકના નવા સ્ત્રોતો વિકસાવવામાં આવી રહ્યા છે.

Tags: અમદાવાદ રેલવે મંડળ Western Railway e Auction Water Tanks Ahmedabad Railway Division Non Fare Revenue Ahmedabad Railway Station News રેલવે બિન ભાડા આવક વોલ પેઇન્ટિંગ જાહેરાત ઈ-નીલામી

સંબંધિત સમાચાર