(પ્રતિનિધિ દ્વારા નિતીન ઠાકર)ચાણસ્મા: પાટણના બિલ્ડર લાલેશભાઈ ઠક્કર અને કનુભાઈ દ્વારા વિલાજ ગ્રુપના બેનર નીચે અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલા બાલાજી મંદિર ની નજીક એરિસ્ટો એન્ડ રિસોર્ટ ની જગ્યામાં અમરનાથ બર્ફીલા શિવાલયનું દર્શન થાય તે માટે તેમજ બદ્રીનાથ કેદારનાથ ના દર્શનની અનુભૂતિ થાય તે માટે રમણીય સ્થળ બનાવવામાં આવ્યું છે.
અમદાવાદ વાસીઓ આ ધાર્મિક સ્થળનું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સવારે 9:00 વાગ્યાથી જ અમદાવાદ ખાતે બનાવવામાં આવેલા અમરનાથ ધામમાં દર્શનાર્થે ભક્તજનોની ભીડ જામે છે પવિત્ર શ્રાવણ માસમાં ઉત્તર ભારતના યાત્રાધામ એવા બદ્રીનાથ કેદારનાથ તેમજ બરફીલા શિવજીના લિંગ એ અનુભૂતિ તેમજ તેના દર્શન કરી શકે તેવા શુભ હેતુથી અમદાવાદ ખાતે અમરનાથ ધામનું હંગામી ધોરણે 18 સપ્ટેમ્બર સુધી નિર્માણ કરાયું હોવાનું વિલાજ ગ્રુપના લાલેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું.