વડોદરા : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના નિયામક રોજગાર અને તાલીમ ખાતા દ્વારા શ્રેષ્ઠ દિવ્યાંગ એમ્પ્લોઇ અને દિવ્યાંગોને રોજગારી આપનાર નોકરીદાતા અને દિવ્યાંગોને પ્લેસમેન્ટ કરાવનાર પ્લેસમેન્ટ ઓફીસરોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે રાજય દિવ્યાંગ પારિતોષિક આપવામાં આવે છે.
આ વર્ષે રાજય કક્ષાના દિવ્યાંગ પારિતોષિકો - ૨૦૨૩ માટે અરજીઓ કરવાની તારીખ ૩૦ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રોજગાર અને તાલીમ નિયામક ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અરજીનો નમૂનો મેળવી જરુરી પ્રમાણપત્રો સાથે અરજી કરવી.
દિવ્યાંગ રાજ્ય પારિતોષિક અંગે અરજી કરવા તેમજ વધુ માહિતી મેળવવા માટે મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી એમ સી સી પહેલો માળ,આઈ ટી સી બીલ્ડીંગ, આઈ ટી આઈ કેમ્પસ, તરસાલી, વડોદરાનો સંપર્ક કરવા રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું.