કોડીનાર તાલુકામાં કોડીનાર નગરપાલીકા તથા તાલુકા હેલ્થ ઓફીસ કોડીનાર નાં સંયુક્ત ઉપક્રમે બે દિવસીય કેમ્પ યોજાયો. માન. ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન વાંજા સાહેબ તથા કોડીનાર નગર પાલિકા પૂર્વપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી નાં પ્રયાસોથી કોડીનાર તાલુકાની લોકમાંગણી અને જનતાની સેવા માટેના આ કેમ્પમાં કુલ ૨૬૫૩ જેટલાં લાભાર્થીઓએ આ કેમ્પ નો લાભ લીધેલ. જેમાં pmjay કાર્ડ - ૪૭૮, રેશન કાર્ડ kyc - ૬૧, આધાર કાર્ડ અપડેટ - ૧૩૩ લાભાર્થીઓને સ્થળ પર જ કાર્ડ કાઢી સેવા આપવામાં આવેલ.
સમગ્ર કેમ્પ ને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફીસ કોડીનાર તથા આરોગ્ય કર્મચારીઓએ ભારે જહેમત ઊઠાવી હતી લોકોએ પણ આ કેમ્પ ની સેવા ને બિરદાવી હતી. આયુષ્યમાન કાર્ડ દરેક કોમ્પ્યુટર સેન્ટર પર નીકળતુ હોય બાકી રેહતા તમામ લોકોએ વેહલી તકે કઢાવી લેવા ખાસ વિનંતી છે.