અમદાવાદ : ભારત સર્વાંગી વિકાસ પર ભાર મૂકી રહ્યું છે, ત્યારે હેતુપૂર્વકની ભાગીદારીના પ્રયાસમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માર્ગદર્શક બની રહ્યાં છે. ભારતની આગવી મસાલા કંપની બાદશાહ મસાલાએ એનોબલ સોશિયલ ઇનોવેશન ફાઉન્ડેશન સાથે હાથ મિલાવી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી જીવન શિક્ષણ પ્રાથમિક શાળા, દેહરી અને ઓરિએન્ટલ આંગણવાડી, ગાંધીવાડાનું પૂર્ણપણે નવીનીકરણ કર્યું છે. પુનર્વિકસિત શાળા અને આંગણવાડી કેન્દ્રનું મંગળવારે ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
બાદશાહ મસાલા ફેક્ટરીના કર્મચારીઓ અને આસપાસનાં બાળકો માટે સેવા આપતી શાળા અને આંગણવાડી સંપૂર્ણ રીતે રીડેવલપ કરી સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. જેમાં મહત્વપૂર્ણ ઢાંચાકીય ખામીઓને દૂર કરવા તેમજ ભવિષ્યમાં 200થી વધુ બાળકો સારી રીતે શિક્ષણ મેળવી શકે તેવો માહોલ ઊભો કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ સિદ્ધિ બાદશાહ અને એનોબલ વચ્ચેના વ્યૂહાત્મક સીએસઆર ભાગીદારીના પરિણામે શક્ય બની હતી, જે સ્થાનિક સશક્તિકરણ, શિક્ષણ અને ટકાઉ વિકાસ જેવા સંયુક્ત મૂલ્યો પર આધારિત છે.
બાદશાહ મસાલા પ્રા. લિ.ના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી અમિત બકડેએ જણાવ્યું કે, “આ પ્રોજેક્ટ અમારાં માટે ખૂબ જ વ્યકિતગત છે, કારણ કે તે સીધા અમારી કંપનીના કર્મચારીઓના બાળકો અને સ્થાનિક સમુદાયને લાભ આપે છે. અમારી માન્યતા છે કે શિક્ષણએ સૌથી અર્થપૂર્ણ વારસો છે જે કોઈ પણ કંપની આપી શકે. એનોબલ સાથે ભાગીદારી કરી અમને વિશ્વાસ થયો કે આ રોકાણ સામાજિક અને ઢાંચાકીય રીતે લાંબા ગાળે અસરકારક બની રહેશે.”
એનોબલ સોશિયલ ઇનોવેશન ફાઉન્ડેશનના સીઇઓ શ્રી ચિરાગ ભંડારીએ જણાવ્યું કે, “ઉમરગામના બાળકો માટે શાળાના માળખામાં સુધારા સાથે શીખવાની અનુભૂતિનું પુનરાવલોકન કરવા બાદશાહ મસાલા સાથેની ભાગીદારી અમારા માટે ગૌરવની વાત માનીએ છીએ. આ આનંદદાયક અને સંપૂર્ણ સુવિધાયુક્ત જગ્યાઓ સાચા અર્થમાં સમુદાયથી જોડાયેલી સીએસઆર દ્રષ્ટિનો પરિચય આપે છે. આ ભાગીદારી એ સાબિત કરે છે કે જ્યારે ઈરાદા સાથે નવીનતા જોડાય, ત્યારે પરિવર્તન પણ અસરકારક બને છે.”