(પ્રતિનિધિ દિપક રાવલ)દાહોદ: પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લીમખેડા હાટ બજારમાં ભવાઈ કાર્યક્રમ યોજાયો હતો. મા.રાષ્ટ્રપતિ દ્વારા 9 મી સપ્ટેમ્બર 22 ના રોજ શરૂ કરેલ કાર્યક્રમ ની પ્રથમ વર્ષગાંઠ ની ઊજવણી ના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલવત, જિલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી પહાડીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ સી.એમ મછાર ના માગૅદશૅન હેઠળ લોક જાગૃતિ માટે લીમખેડા હાટ બજાર વિસ્તાર માં ભવાઇ નું આયોજન કરવામાં આવ્યું.
લીમખેડા રવિવારી હાટ બજારમાં ટીબી મુકત ભારત અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો
લીમખેડા હાટ બજાર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ક્ષય રોગ વિશે જાગૃતિ લાવવા અને લોકોને રોગ માટે પરીક્ષણ અને સારવાર કરાવવા પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું હતું.
સંબંધિત સમાચાર
તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજખોરીનો ગંભીર આરોપ, CBIની ACB વિંગમાં ફરિયાદ
પશ્ચિમ રેલવે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવશે
નડિયાદના એજન્ટો દ્વારા UK હોમ ડિપાર્ટમેન્ટના નકલી સર્ટિફિકેટ ઇશ્યૂ કરી લાખોની છેતરપિંડી