મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ફટકો, ખાલી કરવું પડશે સરકારી આવાસ

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને શુક્રવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢાએ હવે લુટિયન્સ દિલ્હીમાં ટાઈપ-7 બંગલો છોડીને સરકારી ફ્લેટમાં શિફ્ટ થવું પડશે.

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ફટકો, ખાલી કરવું પડશે સરકારી આવાસ

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ હવે પોતાનો સરકારી બંગલો ખાલી કરવો પડશે. પટિયાલા હાઉસ કોર્ટે તેનો વચગાળાનો આદેશ પાછો ખેંચી લીધો હતો જેમાં તેણે રાજ્યસભા સચિવાલયને રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી ન કરવા આદેશ આપ્યો હતો. આ આદેશ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી સચિવાલયની અરજી પરના પોતાના આદેશમાં કોર્ટે આજે એટલે કે શુક્રવારે કહ્યું કે બંગલાની ફાળવણી રદ થયા બાદ રાઘવ ચઢ્ઢાનું તે બંગલામાં રહેવાનું કોઈ કારણ નથી. રાઘવ ચડ્ડા રાજ્યસભાના સાંસદ તરીકેનો કાર્યકાળ પૂરો ન થાય ત્યાં સુધી આ બંગલામાં રહેવાનો તેમને અધિકાર હોવાનો દાવો કરી શકતા નથી.

વાસ્તવમાં રાજ્યસભાના સાંસદ બન્યા બાદ રાઘવ ચઢ્ઢાને દિલ્હીના પંડારા રોડ પર ટાઈપ-7 બંગલો ફાળવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે પ્રથમ વખત સાંસદ બનેલા રાઘવ ચડ્ડા તેના માટે અધિકૃત ન હતા. નિયમ મુજબ પહેલીવાર સાંસદ બનેલા નેતાઓને સરકારી ફ્લેટ ફાળવવામાં આવે છે. તેની ભૂલ સામે આવ્યા પછી, રાજ્યસભા સચિવાલયે બંગલો ખાલી કરવાની નોટિસ આપી હતી, જેને રાઘવ ચઢ્ઢાએ પડકાર્યો હતો અને કહ્યું હતું કે એક વખત તેમને સાંસદ તરીકે નિવાસસ્થાન ફાળવવામાં આવે છે, પછી તે સાંસદ હોય ત્યારે તેને ખાલી કરી શકાય નહીં.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે અરજદાર રાજ્યસભાના સાંસદ તરીકેના તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન બંગલામાં રહેવાના અધિકારનો દાવો કરી શકે નહીં. જો તેમની ફાળવણીનો અસ્વીકાર કરવામાં આવે તો તેઓએ તેને ખાલી કરવું પડશે. રાજ્યસભા સચિવાલયના વકીલે દલીલ કરી હતી કે રાજ્યસભાના સાંસદ હોવાના કારણે રાઘવ ચઢ્ઢાને ટાઈપ 6 બંગલો ફાળવવાનો અધિકાર છે, ટાઈપ 7 બંગલો નહીં.

પટિયાલા હાઉસ કોર્ટે રાઘવ ચઢ્ઢા પર પોતાનો બંગલો ખાલી કરવાના મામલામાં લાદવામાં આવેલ વચગાળાનો સ્ટે હટાવી દીધો છે. પટિયાલા હાઉસ કોર્ટે રાજ્યસભા સચિવાલયનો બંગલો ખાલી કરવાની નોટિસને યથાવત રાખી છે. પટિયાલા હાઉસ કોર્ટે જણાવ્યું હતું કે રાઘવ ચડ્ડા પાસે ટાઇપ 7 બંગલા પર કબજો ચાલુ રાખવાનો કોઈ સ્વાભાવિક અધિકાર નથી કારણ કે તે માત્ર એક સાંસદ તરીકે તેમને આપવામાં આવેલ વિશેષાધિકાર હતો.

fashion

સંબંધિત સમાચાર

travel