નવી દિલ્હી: IPL 2023ની 38મી મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મોહાલીમાં રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં એલએસજીની ટીમે ઝડપી બેટિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ હવે એલએસજીના નામે નોંધાઈ ગયો છે. અગાઉ આ વિશેષ સિદ્ધિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે નોંધાયેલી હતી. વર્ષ 2016માં ટીમે ગુજરાત લાયન્સ સામે શાનદાર બેટિંગ કરતા ત્રણ વિકેટના નુકસાને 248 રન બનાવ્યા હતા. બીજી તરફ આજે પંજાબ કિંગ્સ સામે લખનૌની ટીમે પાંચ વિકેટના નુકસાને 257 રન બનાવીને આ સિદ્ધિ મેળવી છે.
IPLમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ RCBના નામે છે.
IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના નામે નોંધાયેલો છે. RCBએ આ ખાસ સિદ્ધિ 23 એપ્રિલ 2013ના રોજ પુણે વોરિયર્સ ઇન્ડિયા સામે હાંસલ કરી હતી. આ મેચમાં આરસીબીના બેટ્સમેનોએ નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 263 રન બનાવ્યા હતા.


