ભરત શાહ દ્વારા - રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલમાં જ નર્મદા ડેમ માંથી લાખો ક્યુસેક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં અનેક પરિવારો બેઘર બન્યા અને અનેક લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા હતા ત્યારે આ બાબતની જાણ બર્ક ફાઉન્ડેશનને થતા તેમની ટીમ તુરત કામે લાગી અને જિલ્લના અનેક જરૂરિયાતમંદ લોકો પાસે પહોંચી તેમને ફૂડ પેકેટ આપી માનવતા નું કામ કર્યું હતું.
બર્ક ફાઉન્ડેશન તરફથી જ્યોર્જભાઈ માયાબેન મારીયા બેન મધુબાલાબેન,જયેશભાઇ,સાર ઉપસ્થિત રહી નર્મદા જિલ્લાના અકતેશ્વર અને સાંજરોલી ગામમાં 280 ફૂડ પેકેટ, ઇન્દ્રવર્ણા અને વાસલા ગામમાં 56 પેકેટ અને ગરડેશ્વર ચોકડી પર 50 ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા સાથે રાજપીપળા બસ સ્ટેન્ડ, કાલાઘોડા, જકાતનાકા પાસે અટવાયેલા મુસાફરોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા આમ ગમે તે સંકટ સમયમાં બર્ક ફાઉન્ડેશનનાં સભ્યો હંમેશા લોકસેવા કાર્યમાં આગળ આવતા હોય છે માટે તંત્ર એ પણ તેમની વર્ષોની કામગીરીથી પ્રભાવિત થઈ આવા કટોકટીનાં સમયે બર્ક ફાઉન્ડેશનને સેવાકીય કામગીરી સોંપે છે.