અમદાવાદ: અશોક લેલેન્ડના 75 વર્ષની ઉજવણી કરતાં ડ્રીમ ડ્રાઇવના ભાગરૂપે અશોક લેલેન્ડના ઓયસ્ટર ઝેડએક્સ અને બડા દોસ્ત વાહનો અમદાવાદ પહોંચ્યાં હતાં. મુંબઇથી સફરની શરૂઆત કરતાં વાહનો રાજકોટ તરફ આગળ વધ્યાં હતાં. આ અભિયાન અલવરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સમાપ્ત થશે.
અભિયાન તેની સફરમાં ગાંધીધામ, ઉદેપુર, અજમેર, જોધપુર અને જયપુરને પણ આવરી લેશે. આ ડ્રીમ ડ્રાઇવ કુલ 10 વાહનો સાથે પાંચ અલગ-અલગ રૂટ ઉપર સમગ્ર દેશનું ભ્રમણ કરી રહ્યાં છે. બેંગ્લોર, મુંબઇ, જમ્મુ, કોલકત્તા અને ડિબ્રુગઢથી શરૂ કરીને આ અભિયાન દેશના મહત્વપૂર્ણ સ્થળોની સફર કરતાં અશોક લેલેન્ડના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ખાતે સમાપ્ત થશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય વિવિધ પ્રકારે દેશ સાથે કંપનીના કાયમી સંબંધોની ઉજવણી કરવાનો છે.
આ દરમિયાન અશોક લેલેન્ડ તેની ડીલરશીપના વિશાળ નેટવર્ક અને તેના મૂલ્યવાન ગ્રાહકો સાથે જોડાશે તથા કમર્શિયલ વિહિકલ ઇકોસિસ્ટમના વર્ષોના અનુભવમાંથી જાણકારી મેળવશે.
ડ્રીમ ડ્રાઇવ વિશે માહિતી મેળવવા અને સંવાદ સાથે જોડાવા માટે અશોક લેલેન્ડના સોશિયલ મીડિયા હેન્ડલ અથવા કંપનીની વેબસાઇટ જૂઓ - www.ashokleyland.com.


