મુખ્ય સામગ્રી પર જાઓ

ગુલાબી ઠંડી : ગુજરાતમાં ઠંડીના પ્રભાવમાં વધારો, લોકો ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા

ગુજરાતમાં ઠંડીના પ્રભાવમાં વધારો થયો છે, અને ઠંડા પવનો ફૂંકાવાથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગુલાબી ઠંડી : ગુજરાતમાં ઠંડીના પ્રભાવમાં વધારો,  લોકો ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા

ગુજરાતમાં ઠંડીના પ્રભાવમાં વધારો થયો છે, અને ઠંડા પવનો ફૂંકાવાથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત, વડોદરામાં 10 ડિગ્રી, ડીસામાં 9.1 ડિગ્રી, અમરેલીમાં 12.2 ડિગ્રી, રાજકોટમાં 10.6 ડિગ્રી, ભુજમાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 12.5 ડિગ્રી, સુરતમાં 17.1 ડિગ્રી, કંડલા પોર્ટમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 15.6 ડિગ્રી, ભાવનગરમાં 16.3 ડિગ્રી, દ્વારકામાં 14.9 ડિગ્રી, વેરાવળમાં 16.4 ડિગ્રી અને ઓખામાં 19.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ ઠંડીના કારણે, રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકો ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. સવાર અને સાંજના સમયે તાપણાં કરતા લોકો પણ જોવા મળ્યા છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે, લોકો દિવસ દરમિયાન પણ સ્વેટર પહેરીને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.

 

 

 

 

સંબંધિત સમાચાર