મુખ્ય સામગ્રી પર જાઓ

ચોમાસાને લઈને ગુજરાત સરકાર એલર્ટ: SEOC ખાતે યોજાઈ 'વેધર વોચ ગ્રૂપ'ની મહત્વની બેઠક

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત નિયામક શ્રી સુભાષ સાવલિયાના અધ્યક્ષસ્થાને 'વેધર વોચ ગ્રૂપ'ની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓને ટાળવા અને કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવાનો છે.

ચોમાસાને લઈને ગુજરાત સરકાર એલર્ટ: SEOC ખાતે યોજાઈ 'વેધર વોચ ગ્રૂપ'ની મહત્વની બેઠક

રાજ્યમાં ચોમાસાની પ્રગતિ અને આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આજે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ખાતે રાહત નિયામક શ્રી સુભાષ સાવલિયાના અધ્યક્ષસ્થાને ‘વેધર વોચ ગ્રૂપ’ની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓ સામે ઝીરો કેઝ્યુઅલ્ટીના અભિગમ સાથે વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

 

રાહત નિયામક શ્રી સુભાષ સાવલિયા દ્વારા તમામ વિભાગોને પરસ્પર સંકલન થકી કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં કંટ્રોલ રૂમને તુરંત જાણ કરવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્ય સરકાર આગામી દિવસોમાં વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખીને જરૂરી કાર્યવાહી કરી રહી છે.

 

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, તેની સેટેલાઈટ ઈમેજરી અને પૂર્વાનુમાન રજૂ કર્યા હતા. જળસંપત્તિ અને સિંચાઈ વિભાગ દ્વારા રાજ્યના જળાશયો, ડેમની વર્તમાન સપાટી અને ઓવરફ્લો થવાની સ્થિતિમાં પાણી છોડવા અંગેના આગોતરા આયોજન અને એલર્ટ સિસ્ટમની માહિતી આપી હતી. NDRF અને SDRF આપત્તિના સમયે તાત્કાલિક બચાવ કામગીરી માટે ટીમોના લોકેશન અને બચાવ સાધનોની સજ્જતા અંગે બ્રીફિંગ આપ્યું હતું. વરસાદને કારણે રસ્તાઓ બંધ થવાની સ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા અને વીજ પુરવઠો ખોરવાય તો તેને ગણતરીના કલાકોમાં પુનઃસ્થાપિત કરવા માટેના એકશન પ્લાનની માર્ગ-મકાન અને ઊર્જા વિભાગે વિગતો આપી કરી હતી.

 

આ બેઠકમાં હવામાન વિભાગ, NDRF, SDRF, માર્ગ-મકાન, જળસંપત્તિ, સિંચાઈ, આરોગ્ય, વન, ઊર્જા તેમજ કૃષિ વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: NDRF SDRF કૃષિ વિભાગ માર્ગ-મકાન ઊર્જા સિંચાઈ જળસંપત્તિ આરોગ્ય વન

સંબંધિત સમાચાર