મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગાંધીનગરની મહિલા સરકારી ઔધોગિક તાલીમ સંસ્થામાંખાલી રહેલી બેઠકો માટે પ્રવેશના ચોથા રાઉન્ડનો પ્રારંભ

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ગાંધીનગરની મહિલા સરકારી ઔધોગિક તાલીમ સંસ્થામાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગષ્ટ ૨૦૨૩માં ખાલી રહેલી બેઠકો માટે પ્રવેશના ચોથા રાઉન્ડની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.

ગાંધીનગરની મહિલા સરકારી ઔધોગિક તાલીમ સંસ્થામાંખાલી રહેલી બેઠકો માટે પ્રવેશના ચોથા રાઉન્ડનો પ્રારંભ

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ગાંધીનગરની મહિલા સરકારી ઔધોગિક તાલીમ સંસ્થામાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગષ્ટ ૨૦૨૩માં ખાલી રહેલી બેઠકો માટે પ્રવેશના ચોથા રાઉન્ડની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ સંસ્થા ખાતેથી અથવા ઇન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઈચ્છુક ઉમેદવાર ૩૧ ઓગષ્ટ ૨૦૨૩ સુધી અરજી કરી શકશે તેમ આચાર્યશ્રી, ઔધોગિક તાલીમ સંસ્થા ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ઉમેદવારે ફોર્મ ભરી જે તે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થા ખાતે રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યું હોય અને કોઇ કારણોસર પ્રવેશ મેળવ્યો ન હોય, તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી પરંતુ તેમણે ઓનલાઇન પ્રવેશ ફોર્મ રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહીત સંબંધિત સંસ્થાને અરજી કરવાની રહેશે.

fashion

સંબંધિત સમાચાર

travel