મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં નિર્માણાધીન પુલ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી

અમરેલી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તેમણે જણાવ્યું કે દાતરડી બાયપાસ પર બની રહેલો બ્રિજ ભાવનગર-સોમનાથ હાઈવેનો એક ભાગ છે.

અમરેલીઃ ગુજરાતના અમરેલી જિલ્લામાં નિર્માણાધીન હાઈવે ઓવરપાસનો એક ભાગ ધરાશાયી થયો છે. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આ ઘટના 27 ફેબ્રુઆરીની સવારે રાજુલા નજીક દાતરડી ગામ પાસે બની હતી, જ્યારે ધરાશાયી થયેલા માળખાનો વીડિયો ગુરુવારે વાયરલ થયો હતો. અમરેલી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તેમણે જણાવ્યું કે દાતરડી બાયપાસ પર બની રહેલો બ્રિજ ભાવનગર-સોમનાથ હાઈવેનો એક ભાગ છે.

તેમણે મીડિયાને કહ્યું, “થાંભલા પર કોંક્રીટ ગર્ડર્સ મૂકવામાં આવ્યા હતા અને તેમને સુરક્ષિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક્સેવેટર ઓપરેટરની ભૂલને કારણે કેટલાક કોંક્રીટ ગર્ડર વાંકા થઈને જમીન પર પડ્યા હતા. કેસની તપાસ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર