પ્રજ્વલ રેવન્નાની કસ્ટડી લંબાવવામાં આવી છે. કોર્ટે સસ્પેન્ડેડ JD(S) નેતાને 10 જૂને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ પહેલા કોર્ટે રેવન્નાની 6 જૂન સુધી પોલીસને કસ્ટડી સોંપી હતી. કસ્ટડી સમાપ્ત થવાને કારણે આજે પ્રજ્વલ રેવન્નાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેની સુનાવણી કરતાં કોર્ટે પ્રજ્વલ રેવન્નાની કસ્ટડી 10 જૂન સુધી લંબાવી હતી.
26 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા, પ્રજ્વલ રેવન્નાનો મોટી સંખ્યામાં અશ્લીલ વીડિયો વાયરલ થયો હતો, જેમાં પ્રજ્વલ રેવન્ના દ્વારા મહિલાઓને કથિત રીતે જાતીય સતામણી કરવામાં આવી હતી. મામલો ગંભીર બનતો જોઈને મતદાન પૂરું થતાં જ પ્રજ્વલ રેવન્ના દેશ છોડીને વિદેશ ભાગી ગયો અને એક મહિનાથી વધુ સમય સુધી જર્મનીમાં છુપાઈ ગયો.


