56 હજાર કરોડની બેંક ફ્રોડના કેસમાં ધરપકડ કરાયેલ ભૂષણ સ્ટીલના પૂર્વ પ્રમોટર અને એમડી નીરજ સિંઘલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નીરજ સિંઘલની ED કસ્ટડી પૂરી થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડીએ નીરજ સિંઘલને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી. જે બાદ રાઉઝ એવન્યુ કોર્ટે નીરજ સિંઘલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
રાઉઝ એવન્યુ કોર્ટે ભૂષણ સ્ટીલના ભૂતપૂર્વ પ્રમોટર અને એમડી નીરજ સિંઘલને 8મી જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. નીરજ સિંઘલને વેકેશન સ્પેશિયલ જજ સીબીઆઈ રાજેશ કુમાર ગોયલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નીરજ સિંઘલની 9 જૂને ED દ્વારા રૂ. 56,000 કરોડના બેંક ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.


