ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી એકાએક ઠંડી વધી ગઈ છે, અને ઠંડા પવનની સાથે હાડ-થિજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી થવાની શક્યતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આવતા 72 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કાતિલ ઠંડી પડી શકે છે. 22થી 24 ડિસેમ્બર દરમિયાન પણ ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
પટેલે જણાવ્યુ કે, હળવા પશ્ચિમી વિક્ષેપના અસરથી ઉત્તર ગુજરાતના અને પંચમહાલના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 8-10 ડિગ્રી સુધી જવા સંભવિત છે. મધ્ય ગુજરાતમાં તાપમાન લગભગ 15 ડિગ્રી સુધી રહેવાનો અંદાજ છે. વલસાડ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
22થી 24 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપના અસરથી કાતિલ ઠંડીની વાત કરી, તેમણે જણાવ્યું કે, ડિસેમ્બર અંતે અને જાન્યુઆરીની શરૂઆતમાં વધુ ઠંડી પડી શકે છે.