મુખ્ય સામગ્રી પર જાઓ

demo

demo

demo

અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, નીટનું પેપર લીક થયું ત્યારબાદ સમગ્ર દેશમાંથી એક જ માંગ ઉઠી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. તેને લઈને સમગ્ર દેશમાં આંદોલનો કરવામાં આવ્યા અને ત્યારબાદ કોક્રોચ જનતા પાર્ટી દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે એક આંદોલનની શરૂઆત કરવામાં આવી. આંદોલનને સમર્થન આપવા માટે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સોનમ વાંગચૂક અનશન પર બેઠા હતા. તેમની એક જ માંગ હતી કે શિક્ષણ પ્રધાન રાજીનામું આપે.  એમના અનશનને 18 દિવસ ઉપર થઈ ગયા તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈપણ વાતચીત કરવામાં આવી નહીં અને 19મા દિવસે દિલ્હી પોલીસે બળજબરીપૂર્વક સોનમ વાંગચૂકજીને અનશન જગ્યાએથી હટાવવામાં આવ્યા અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

State & Local Government

વધુ શોધો

Health Education & Medical Training

Recreational Aviation

Personal Aircraft

Travel Guides & Travelogues

City & Local Guides

Aviation Industry

Politics

Historical Sites & Buildings

Maps

news

વધુમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, આ કેવી લોકશાહી છે જ્યાં અનશન પણ લોકો નથી કરી શકતા, લોકો પોતાના હક અધિકાર માટે લડત પણ નથી લડી શકતા. તમે એક સોનમ વાંગચૂકને ત્યાંથી ઉઠાવીને લઈ ગયા છો પરંતુ દેશમાંથી લાખો અને કરોડો સોનમ વાંગચૂક હવે દિલ્હી પહોંચી રહ્યા છે. હું આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ તરીકે ગુજરાતભરના હજારો વિદ્યાર્થીઓને પણ આહ્વાન કરું છું કે ચાલો આપણે પણ પરમ દિવસે એટલે કે 20 જુલાઈના રોજ દિલ્હી ખાતે જંતર મંતર પર પહોંચીએ અને જે સંસદ કૂચનું આયોજન કરવામાં આવ્યું એમાં સમર્થન આપીએ. વિદ્યાર્થીઓના હિત માટે આ સરકાર નિર્ણય લે એ માટે આપણે સરકાર પર દબાણ કરીએ. સરકારે જો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો નહીં તો તન મન ધનથી આપણે આંદોલનને જે પણ પ્રકારનું સમર્થન આપવું પડે એના માટે તૈયાર રહીએ. હું સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ વતી દિલ્હી જઈ રહ્યો છું. જંતર મંતરની છાવણીમાં બેસીને સોનમ વાંગચૂક અને સમગ્ર વિદ્યાર્થીઓને સમર્થન આપવા જઈ રહ્યો છું. ગુજરાતના પણ વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે જો તમારાથી પણ શક્ય હોય તો તમે પણ દિલ્હી પધારો અને સંસદ કૂચમાં  ભાગીદાર બનો.

Tags: PM Modi

સંબંધિત સમાચાર