મુખ્ય સામગ્રી પર જાઓ

મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે માર્ચ, 2023માં ભારતમાં 33,622 યુનિટ્સનું વેચાણ કર્યું

મહિન્દ્રા ગ્રૂપનો હિસ્સો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (એફઇએસ)એ આજે માર્ચ, 2023માં તેના ટ્રેક્ટરના વેચાણના આંકડા જાહેર કર્યાં છે.

મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે માર્ચ, 2023માં ભારતમાં 33,622 યુનિટ્સનું વેચાણ  કર્યું

મુંબઇ :માર્ચ, 2023માં ઘરેલુ વેચાણ 33,622 યુનિટ્સ નોંધાયું છે, જે માર્ચ, 2022માં 28,112 યુનિટ્સ હતું. માર્ચ, 2023માં ટ્રેક્ટરનું કુલ વેચાણ (ઘરેલુ + નિકાસ) 35,014 યુનિટ્સ થયું છે, જે ગત વર્ષે સમાન સમયગાળામાં 29,763 યુનિટ્સ હતું. આ મહિનામાં નિકાસો 1,392 યુનિટ્સ નોંધાયું છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીએ 4,07,535 યુનિટ્સ (ઘરેલુ + નિકાસ) સાથે તેનું સર્વોચ્ચ વાર્ષિક વેચાણ હાંસલ કર્યું છે. આ પ્રદર્શન વિશે પ્રતિક્રિયા આપતાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ફાર્મ ઇક્વિપમેન્ટના પ્રેસિડેન્ટ હેમંત સિક્કાએ કહ્યું હતું કે, “માર્ચ, 2023માં અમે ઘરેલુ માર્કેટમાં 33,622 ટ્રેક્ટર્સનું વેચાણ કર્યું છે, જે ગત વર્ષની તુલનામાં 20 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. પાક ઉત્પાદનમાં વધારો, મંડીમાં મજબૂત ભાવ, સરકાર દ્વારા મુખ્ય પાકો માટે એમએસપીમાં વધારો તથા મનરેગા સ્કીમ હેઠળ વેતનમાં વધારાથી ગ્રામિણ પરિવારોની નાણાકીય સુરક્ષામાં સુધારો કરવામાં મદદ મળી છે અને આગામી મહિનાઓમાં ટ્રેક્ટરની માગને બળ આપશે. નિકાસ માર્કેટમાં અમે 1,392 ટ્રેક્ટર્સ વેચ્યાં છે.” 

Farm Equipment Sector Summary    

                                             March                                                                                      YTD March
                           F23           F22                  % Change                               F23                 F22                 % Change
             
Domestic          33622         28112                    20%                                   389531            337052             16%
             
Exports             1392           1651                    -16%                                   18014              17646                2%
              
Total                  35014         29763                   18%                                   407545            354698             15%

સંબંધિત સમાચાર