એકતા નગર, નર્મદા : નર્મદા નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન શ્રી મુકેશ પૂરીએ એકતા નગર અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક એકતા નગર વહીવટી કાર્યાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી.બેઠક દરમિયાન પ્રવાસીલક્ષી સુવિધાઓ,વિકાસકાર્યો,પ્રિમોન્સૂન એક્ટિવિટી અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.આ ઉપરાંત પ્રવાસીઓના વિવિધ માધ્યમોથી પ્રાપ્ત અભિપ્રાય તેના અમલીકરણ અને વિવિધ પ્રવાસીય પ્રકલ્પોના મરામત અને નિભાવણી સંબંધિત કામગીરી અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ચેરમેન શ્રી મુકેશ પૂરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા નિગમના અધિકારીશ્રીઓ પાસેથી વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. તેમણે પ્રવાસીઓને યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધી સુનિશ્ચિત કરવા તેમજ પ્રવાસનને લાગતી સંબંધિત કામગીરીમાં વધુ ગતિ લાવવા ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરા,નાયબ વેન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાકૃષ્ણ,અધિક કલેક્ટર સર્વશ્રી નારાયણ માધુ શ્રી ગોપાલ બામણીયા અને અધિક્ષક ઈજનેર શ્રી શુભમ ગોયલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.