મુખ્ય સામગ્રી પર જાઓ

રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ખેરની વરણી

રમુખની સીટ રોસ્ટરમાં SC મહિલા સીટ હતી સાશક પક્ષ પાસે યોગ્ય ઉમેદવાર નહિ હોવાથી સીટ બદલાવી જનરલ મહિલા કેટેગરી કરાવી હોવાનો વિરોધપક્ષનો આક્ષેપ સાથે વિરોધ પક્ષનો વોક આઉટ.

રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ ખેરની વરણી

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા ના વડા મથક રાજપીપળા નગરપાલિકા ના સભાખંડ ખાતે ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી ના અધ્યક્ષતામાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી અઢી વર્ષ માટેની યોજાઇ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો હાજર રહ્યા હતા, પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થતા રાજપીપલા નગરપાલિકા ના વિપક્ષના અને અપક્ષ ના સભ્યો એ વિરોધ નોંધાવ્યો હતો, પ્રમુખની સીટ રોસ્ટરમાં SC મહિલા સીટ હતી સાશક પક્ષ પાસે યોગ્ય ઉમેદવાર નહિ હોવાથી સીટ બદલાવી જનરલ મહિલા કેટેગરી કરાવી હોવાનો વિરોધપક્ષ નો આક્ષેપ સાથે વિરોધ પક્ષના તમામ સભ્યોએ વોક આઉટ કર્યો હતો.

પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પાલીકા અપક્ષ સભ્ય માંથી (1) નિલેશભાઈ આટોદરિયા (2) મીનાક્ષીબેન નિલેશભાઈ આટોદરિયા (3) સાબેરાબેન શેખ, આ ત્રણ સભ્ય ગેરહાજર રહ્યા હતા, ત્યારબાદ ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં રાજપીપળા નગરપાલિકાના અઢી વર્ષ નાં શાસન માટે મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબેન કમલેશભાઈ પટેલ,અને ઉપપ્રમુખ તરીકે ગિરિરાજસિંહ મહેન્દ્રસિંહ ખેર નાં નામ ની જાહેરાત કરવામાં આવી હતી.નામ જાહેર થતાં જ પાલિકા કચેરી બહાર ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી .

સંબંધિત સમાચાર