મુખ્ય સામગ્રી પર જાઓ

યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો, વડોદરા ખાતે રોજગાર ભરતીમેળો યોજાયો

૪૦ થી વધુ  લાયકાત ધરાવતા  અનુભવી અને બિન અનુભવી ૩૫ વર્ષ સુધીના મહીલા અને પુરુષ  ઉમેદવારો ભાગ લીધો હતો જેમાંથી ૨૦ ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી.

યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો, વડોદરા ખાતે રોજગાર ભરતીમેળો યોજાયો

વડોદરા : યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર , વડોદરા દ્વારા તા.૨૨/૦૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૧.૦૦ વાગે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો, કમાટી બાગની સામે ,યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો.

રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળામાં એમ.બી.એ., એમ. કોમ., બી. ઇ. મિકેનિકલ/ ઇલેક્ટ્રિકલ/ કેમિકલ/ એનવાયરોમેન્ટ ની  લાયકાત ધરાવતા અનુભવી અને બિન અનુભવી ૩૫ વર્ષ સુધીના મહીલા અને પુરુષ  ઉમેદવારોની  ૫૦ થી વધુ જગ્યા માટે વડોદરા જીલ્લાના ૭ જેટલા નોકરીદાતા હાજર રહ્યા હતા. જેના માટે ૪૦ થી વધુ  લાયકાત ધરાવતા  અનુભવી અને બિન અનુભવી ૩૫ વર્ષ સુધીના મહીલા અને પુરુષ  ઉમેદવારો ભાગ લીધો હતો જેમાંથી ૨૦ ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી.

ભરતી મેળા પુર્વે ઉમેદવારો માટે ફ્યુચર પ્લેસમેન્ટ  દ્વારા "IMPORTANCE OF GROOMING AND HOW TO  TACKLE INTERVIEW" વિષય પર અને શ્રી નિશાંત જોષી દ્વારા "ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ એન્ડ કરિઅર ઈન્ફોરમેશન"  પર સેમીનાર યોજવામા આવ્યો હતો. ભરતી મેળામાં યુઈબીના નાયબ વડાશ્રી અલ્પેશ ચૌહાણ દ્વારા ઉમેદવારોને આજે  થીંકીગ ડે ના દિવસે અભ્યાસ પુર્ણ કરીને માતા પિતાના સપના અને જે અભ્યાસ કર્યો છે તેનો માનવજાત માટે ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું.

વધુમાં રોજગારી, સ્વરોજગાર, વોકેશનલ તાલીમ અને  એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ માટે તકો ઝડપવા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.આ સાથે ઉમેદવારોને ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગાર લક્ષી અનુબંધમ અને એન.સી.એસ. પોર્ટલનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

 

સંબંધિત સમાચાર