મુખ્ય સામગ્રી પર જાઓ

એસીવેક્ટર લિમિટેડ આઈપીઓ પ્રાઇસ બેન્ડ નક્કી

દેશના નાણાકીય બજારમાં રોકાણકારો માટે એક ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં એસીવેક્ટર લિમિટેડ દ્વારા તેમના પ્રારંભિક જાહેર ભરણા માટેની સત્તાવાર તારીખો અને વિગતો જાહેર કરવામાં આવી છે. આ ભરણું આગામી શુક્રવાર, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે ખુલશે, જ્યારે મોટા રોકાણકારો માટેની પ્રક્રિયા એક દિવસ અગાઉ એટલે કે ગુરુવાર, ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.

એસીવેક્ટર લિમિટેડ આઈપીઓ પ્રાઇસ બેન્ડ નક્કી

અમદાવાદ : એસવેક્ટર લિમિટેડ (“એસવેક્ટર” અથવા “કંપની”)એ જાહેરાત કરી છે કે તેના ઇક્વિટી શેર (“ઓફર”)ના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) સંબંધિત બીડ/ઓફર ખુલવાની તારીખ શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026 રહેશે. એન્કર ઇન્વેસ્ટરની બીડિંગ તારીખ ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026 રહેશે. દરેક (“ઇક્વિટી શેર”) રૂ.1ની ફેસ વેલ્યૂના ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ રૂ.30 થી રૂ.32 નિર્ધારિત કરાયો.

ઓફરમાં એકંદરે રૂ.2,870.00 મિલિયન સુધીના કંપની દ્વારા ઇક્વિટી શેરની સંખ્યાના ફ્રેશ ઇસ્યુ અને કંપનીના કેટલાક પ્રવર્તમાન શેરધારકો (“વેચાણકર્તા શેરધારકો”) દ્વારા રૂ.41,562,500 સુધીના ઓફર ફોર સેલ (“ઓફર ફોર સેલ”)નો સમાવેશ થાય છે.

કંપની ફ્રેશ ઇસ્યુમાંથી પ્રાપ્ત થયેલી ચોખ્ખી રકમનો ઉપયોગ આ હેતુ માટે કરશે (i) કંપનીના માર્કેટપ્લેસ બિઝનેસના માર્કેટિંગ અને બિઝનેસ પ્રમોશન ખર્ચના હિસ્સાને ભંડોળ પુરું પાડવા, (ii) કંપનીના માર્કેટપ્લેસ બિઝનેસના ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને ભંડોળ પુરું પાડવા, અને (iii) અધિગ્રહણ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ મારફતે ઇનઓર્ગેનિક ગ્રોથને ભંડોળ પુરું પાડવા (“ઓફરના હેતુઓ”)

ઓફર ફોર સેલમાં સ્ટારફિસ I પ્રા. લિ. તરફથી 27,607,082 સુધીના ઇક્વિટી શેર (“પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર”), નેક્સસ ઇન્ડિયા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ II તરફથી 7,391,113 સુધીના ઇક્વિટી શેર, FIH બિઝનેસ ગ્લોબલ પ્રા. લિ. (જે અગાઉ વન્ડરફુલ સ્ટાર પ્રા. લિ. તરીકે ઓળખાતી હતી) તરફથી 1,740,528 સુધી શેર, નેક્સસ ઓપોર્ચ્યુનિટી ફંડ લિ. તરફથી 839,713 સુધીના ઇક્વિટી શેર, નેક્સસ વેન્ચર્સ III લિ. તરફથી 465,599 સુધીના ઇક્વિટી શેર, રુપેન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ તરફથી 269,120 સુધીના ઇક્વિટી શેર, સેન્ટાઉરસ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી 269,120 સુધીના ઇક્વિટી શેર (સામૂહિક રીતે, ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ), કેન્નેથ સ્ટુઅર્ટ ગ્લાસ તરફથી 1,320,799 જેટલા ઇક્વિટી શેર, જેસન અશોક કોઠારી તરફથી 1,111,680 જેટલા ઇક્વિટી શેર, લોરેન્ટ બેનાર્ડ એમોયલ તરફથી 224,786 જેટલા ઇક્વિટી શેર, મિશા કોહલી તરફથી 215,280 ઇક્વિટી શેર, રાધિકા ગુપ્તા તરફથી 53,840 ઇક્વિટી શેર, નલિન લૂઇસ મોનિસ તરફથી 53,840 જેટલા ઇક્વિટી શેર (સામૂહિક રીતે, ઇન્ડિવિડ્યુઅલ સેલિંગ શેરહોલ્ડર્સ)નો સમાવેશ થાય છે.

એન્કર ઇન્વેસ્ટર બીડ/ઓફર સમયગાળો ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલે છે અને બંધ થાય છે. બીડ/ઓફર સમયગાળો સબસ્ક્રિપ્શન માટે શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે અને મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે.

ઓફરના પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ.30થી રૂ.32 નિર્ધારિત કરવામાં આવ્યાં છે. બિડ્સ લઘુત્તમ 468 ઇક્વિટી શેર અને ત્યારબાદ 468 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. 

આરએચપી દ્વારા ઉપલ્બધ થનારા ઇક્વિટી શેર BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઇ”) ઉપર લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે. ઓફરના હેતુ માટે, એનએસઇ નિર્ધારિત સ્ટોક એક્સચેન્જ છે.

આ ઓફર SEBI ICDR નિયમનોના નિયમન 31ને SCRRના નિયમ 19(2)(બી) સાથે વંચાણે લેતા અને SEBI ICDR નિયમનોના નિયમન 6(2)ના અનુપાલનમાં બૂક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં 75%થી ઓછી ન હોય તેટલી ઓફર પાત્રતા ધરાવતાં સંસ્થાકીય ખરીદકર્તાઓ (“QIB”) (“QIB હિસ્સા”)ને પ્રમાણસર હિસ્સામાં ફાળવવામાં આવશે, પરંતુ જોગવાઇ કરવામાં આવે છે કે અમારી કંપની, બૂક રનિંગ લીડ મેનેજર્સ સાથે પરામર્શ કરીને SEBI ICDR નિયમનોની જોગવાઇઓ અનુસાર વિવેકબુદ્ધિ પર એન્કર ઇન્વેસ્ટર્સને QIB હિસ્સાના 60% જેટલો હિસ્સો ફાળવી શકે છે (“એન્કર ઇન્વેસ્ટર હિસ્સો”). એન્કર ઇન્વેસ્ટર હિસ્સાના 40% નીચે જણાવેલી રીતે ફાળવણી માટે અનામત રહેશેઃ (i) ઘરેલું મ્યુચ્યુઅલ ફંડને 33.33%, અને (ii) લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડને 6.acvector limited ipo,67%. લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ માટે અનામત હિસ્સામાં ઓછું સબસ્ક્રિપ્શન થવાના કિસ્સામાં ફાળવણી SEBI ICDR નિયમનોની જોગવાઇ અનુસાર એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ પર અથવા તેથી માન્ય બિડ્સ પ્રાપ્ત થવાને આધીન ફાળવણી ઘરેલું મ્યુચ્યુઅલ ફંડને કરવામાં આવશે. ઓછા સબસ્ક્રિપ્શન અથવા એન્કર ઇન્વેસ્ટર હિસ્સાને બિન-ફાળવણીના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર QIB હિસ્સા (“નેટ QIB હિસ્સા”)માં ઉમેરી દેવામાં આવશે.

વધુમાં ઓફર પ્રાઇસ પર અથવા તેથી વધુ માન્ય બિડ્સ પ્રાપ્ત થઇ હોય તે શરતને આધીન નેટ QIB હિસ્સાના 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર હિસ્સામાં ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, અને બાકીનો નેટ QIB હિસ્સો ઓફર પ્રાઇસ પર અથવા તેથી વધુ માન્ય બિડ્સ પ્રાપ્ત થઇ હોય તેને આધીન મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ QIBને પ્રમાણસર હિસ્સામાં ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો ઓફરના ઓછામાં ઓછા 75% QIBને ફાળવી ન શકાય તો સમગ્ર બીડ રકમ તરત જ પરત કરવામાં આવશે. જોકે, જો મ્યુચ્યુઅલ ફંડ તરફથી એકંદર માંગ QIB હિસ્સાના 5%થી ઓછી હશે તો મ્યુચ્યુઅલ ફંડ હિસ્સામાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર તમામ QIBને પ્રમાણસર ફાળવણી માટે બાકી રહેલા નેટ QIB હિસ્સામાં ઉમેરવામાં આવશે.

Tags: acvector limited ipo એસીવેક્ટર લિમિટેડ આઈપીઓ

સંબંધિત સમાચાર