મુખ્ય સામગ્રી પર જાઓ

20મા સ્થાપના દિવસ નિમિત્તે ફેનેસ્ટા દ્વારા “બીસ સાલ, તુમ્હારા ખયાલ” નામે ડિજિટલ કૅમ્પેઇન

ભારતમાં બારી-બારણાંની અગ્રણી બ્રાન્ડ ફેનેસ્ટા તેની સ્થાપનાનું 20મું વર્ષ ઊજવી રહી છે, એ નિમિત્તે તેના ગ્રાહકો સાથેનો લાગણીનો સંબંધ વ્યક્ત કરવા ‘બીસ સાલ, તુમ્હારા ખયાલ’ નામે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કંપનીએ આ અભિયાન તમામ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર રિલીઝ કર્યું છે. અભિયાનમાં મુખ્યત્વે આટલાં વર્ષોમાં ગ્રાહકો સાથેના ફેનેસ્ટાના સંબંધોને મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તે દ્વારા વિશિષ્ટ ઉત્પાદનો તેમજ સેવાઓ પ્રત્યે બ્રાન્ડની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

20મા સ્થાપના દિવસ નિમિત્તે ફેનેસ્ટા દ્વારા “બીસ સાલ,  તુમ્હારા ખયાલ” નામે ડિજિટલ કૅમ્પેઇન

ટિટસ ઉપ્પુથુરુ દ્વારા દિગ્દર્શિત અને ફોરએવર ફિલ્મોહોલિક્સ દ્વારા નિર્મિત આ 60 સેકન્ડના ડિજિટલ વીડિયોમાં 20 વર્ષના ગાળાનો પિતા અને પુત્રી વચ્ચેનો લાગણીભર્યા સંબંધને કંડારવામાં આવ્યો છે. આ ડિજિટલ ફિલ્મ તૈયાર કરવા પાછળનો આશય બ્રાન્ડના તેના ગ્રાહકો સાથેના બે દાયકાના સંબંધોની ઉજવણી કરવાનો છે. ડિજિટલ ફિલ્મમાં અદ્દભૂત કુદરતી દૃશ્યો ઝીલવા ઉપરાંત ફેનેસ્ટાએ પિતા દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષાની જેમ એક બારી (વિન્ડો)ને સંબંધોના આત્મા તરીકે દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં એક પિતા અને તેમની દીકરી વચ્ચેના મજબૂત સંબંધને દર્શાવવામાં આવ્યો છે. દીકરી બાળપણથી લઇને યુવાન થાય ત્યાં સુધી કામ પરથી ઘરે પરત આવતા પિતાની રાહ જોયા કરે છે...તે કિશોર વયની થાય છે ત્યારે એ જ બારી પાસે ઊભી રહી કોઈ છોકરા સાથે વાત કરતી હોય એવું અનુભવી શકાય છે.


સમયના વિવિધ કાળખંડ અનુસાર પિતા અને પુત્રી વચ્ચેના સંબંધોમાં નાજુક પરિવર્તન જોઈ શકાય છે. અંતે, બંનેની ભૂમિકા બદલાઈ જાય છે. હવે પિતા એ જ બારીએ ઊભા રહી કામેથી પરત આવતી દીકરીની રાહ જૂએ છે. ફિલ્મમાં બૅકગ્રાઉન્ડમાં વાગતી ‘બીસ સાલ, તુમ્હારા ખયાલ’ ગીતની ધૂન લાગણી અને સંબંધોને વધુ અસરકારક રીતે રજૂ કરે છે. ગીતના મધુર શબ્દો પિતા અને પુત્રી વચ્ચેના સંબંધોને સુંદર રીતે ઉજાગર કરે છે અને માનવીય સંબંધોને અભિવ્યક્ત કરે છે કે કેવી રીતે બારીએ ઊભા રહી પરિવારની વ્યક્તિની રાહ જોવી એ પણ એક પ્રકારનો પ્રેમ છે! 

“તાકતે, ઝાકતે,
કોઈ કર રહા તુમ્હારા ઇન્તજાર
સાલ પન્ને પલટ તે ગયે,
માસુમ રંગ બદલતે ગયે
તાકતે ઝાકતે,
કોઈ કર રહા તુમ્હારા ઇન્તજાર”


આ પ્રસંગે પ્રતિભાવ આપતા ફેનેસ્ટા બિલ્ડિંગ સિસ્ટમ્સના સીએમઓ સુશ્રી સુસ્મિતા નાગે કહ્યું કે, "ફેનેસ્ટા માટે 20 વર્ષનો ગાળો ઘણું મોટું સીમાચિહ્ન છે. ફેનેસ્ટા એક એવી બ્રાન્ડ છે જે ગ્રાહકોને શ્રેષ્ઠ બારી તથા બારણાંનાં ઉત્પાદનો તેમજ સેવા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. આ સ્થાપનાની ઉજવણી નિમિત્તે પિતા-પુત્રીના લાગણીભર્યા સંબંધને, જેને અમારી બારીઓ મારફત પ્રસ્તુત કરવામાં આવ્યો છે- તેને રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. ફેનેસ્ટાની બારીઓ હંમેશાં એક સંરક્ષક બની રહી છે અને બહારની દુનિયાનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે જીવનની મહત્ત્વની ક્ષણોની સાથે એ બાબતોને કેવી સુંદર રીતે રજૂ કરી શકાય.” 2003માં પ્રારંભથી જ ફેનેસ્ટા તેના ગ્રાહકોની જરૂરિયાત મુજબ ઉચ્ચ ગુણવત્તાના અને
નવીનતાભર્યાં ઉત્પાદનો આપવા પ્રતિબદ્ધ રહી છે. આટલાં વર્ષોમાં આ બ્રાન્ડે લાખો ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે અને ભારતમાં ઘરેઘરમાં તેનું નામ જાણીતું બન્યું છે. દેશમાં તેમજ વિદેશમાં 350 શહેરોમાં ફેનેસ્ટાની હાજરી છે.


ફિલ્મની લિંક: https://youtu.be/0AOYRREu-Uc

સંબંધિત સમાચાર