દિપક રાવલ દાહોદ: જય મા અંબે ગ્રુપ પોલીસીમળ આયોજિત પગપાળા યાત્રા સંઘ પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન મંગુ ભાઈ મુણીયા ની આગેવાની હેઠળ બોલ માડી અંબે જય જય અંબે ના જય ઘોષ સાથે અંબાજી જવા રવાના થયો હતો દર વર્ષે નીકળતા આ સંઘ મા આ વર્ષે 100 થી વધારે માય ભક્તો જોડાયા છે જેઓ ડી જે ના તાલે મા અંબે નું હોલરડું વગાડી વાજતે ગાજતે નાચ ગાન કરી માતાજી ની આરાધના કરતા કરતા અંબાજી પહોંચશે આજ નીકળેલ સંઘ 7 દિવસે કુળદેવી અંબાજી પહોંચી મા અંબા ના દર્શન કરશે અને 8 મા દિવસે ધજા ચડાવશે
આ સંઘ મા દરેક પગ પાળા યાત્રાળુઓ માટે ચા નાસ્તો સુવાની વ્યવસ્થા દવાઓ સહિત તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે સંઘના મુખ્ય આયોજક પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન મંગુભાઈ મુણીયા પ્રભારી વિનોદ તડવી પાલ રીન્કુ ભાઈ સર્વ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી છે આ સંઘ અંબાજી પહોંચી ગયા બાદ ત્યાં વિશાલ ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવશે ત્યારબાદ બધા ભક્તો મળીને કુળદેવી માં અંબાના દર્શન કરી ને માતાજીના પ્રસાદીનો ભોગ ધરાવી ધન્યતા અનુભવશે.