મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દોડશે નવી સ્પેશિયલ ટ્રેન: મુસાફરોને મળશે મોટી રાહત

પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ અને પ્રયાગરાજ વચ્ચે નવી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ૩૧ મે, ૨૦૨૬ થી દોડનારી આ ટ્રેન માટે બુકિંગ ૩૦ મે થી શરૂ થશે. ટ્રેનનો સમય, સ્ટોપેજ અને રૂટની વિગતવાર માહિતી અહીં મેળવો.

ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દોડશે નવી સ્પેશિયલ ટ્રેન: મુસાફરોને મળશે મોટી રાહત

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ગાંધીગ્રામ અને પ્રયાગરાજ વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેનનું સંચાલન નીચે જણાવ્યા પ્રમાણે કરવામાં આવશે—

ટ્રૈન નંબર 04112/04111 ગાંધીગ્રામ-પ્રયાગરાજ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ (28 ફેરા)

ટ્રેન નંબર 04112 ગાંધીગ્રામ–પ્રયાગરાજ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 31મે, 2026 થી 15 જુલાઈ, 2026 સુધી દરેક રવિવાર અને બુધવારના રોજ ગાંધીગ્રામથી 17:20 કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે 20:00 કલાકે પ્રયાગરાજ પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 04111 પ્રયાગરાજ-ગાંધીગ્રામ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 30 મે, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી પ્રત્યેક શનિવાર અને મંગળવારના રોજ પ્રયાગરાજથી 16:15 કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે 15:30 કલાકે ગાંધીગ્રામ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ચાંદખેડા રોડ, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ, ઈટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં સેકન્ડ જનરલ ક્લાસ, સ્લીપર અને એસી-3 ટિયર શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર 04112 નું બુકિંગ 30 મે, 2026 થી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા IRCTC ની વેબસાઈટ પર આરંભ થશે. યાત્રીઓને વિનંતી છે કે ટ્રેનના સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે વેબસાઈટ www.enquiry.indianrail.gov.in નું અવલોકન કરે.

Tags: પશ્ચિમ રેલવે ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન special train

સંબંધિત સમાચાર