અમદાવાદ / ગાંધીનગર / ગુજરાત | આમ આદમી પાર્ટીએ આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખ કૈલાશદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે અને પ્રદેશ સંગઠન મંત્રી તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ સહિત ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો તથા સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મનોજ સોરઠીયા સહિત તમામ આગેવાનોએ હવનમાં ભાગ લીધો હતો અને ગાંધીનગર શહેર સહિત ગુજરાત અને દેશની સમૃદ્ધિ, લોકોના સારા સ્વાસ્થ્ય, બાળકો માટે સારી શિક્ષણ વ્યવસ્થા સહિતના જનકલ્યાણકારી મુદ્દાઓ પર પ્રાર્થના કરી હતી.
આમ આદમી પાર્ટી ગુજરાત