મુખ્ય સામગ્રી પર જાઓ

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર યુવા પાંખ દ્વારા ગરબાનું આયોજન

૧૫૦૦ થી વધુ લોકો આ ગરબામાં ભાગ લીધો હતો જેના આયોકમાં યુવા ટીમ મિલન પાઠક, ઈશિત ભટ્ટ, દીક્ષિતા વ્યાસ, વૈશાખી દવે , સમસ્ત યુવા ટીમ આયોજન કર્યું હતું 

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર યુવા પાંખ દ્વારા ગરબાનું આયોજન

આ આયોજન હાથીજણ પરમેશ્વર ફાર્મ ખાતે રાખવામાં આવ્યું હતું. જે આયોજન શરદપૂર્ણિમા નાં ૧૭/૧૦/૨૦૨૪ નાં રોજ ગુરુવારના દિવસે રાખ્યું હતું તેમાં મુખ્ય મુખ્ય મહેમાન ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકાર શ્રી રાગી જાની હાજર રહયા હતા. આ આયોજન દરમિયાન બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અમદાવાદ શહેરના વિનોદભાઇ ઠાકર નું દેહાંત થયું  તેમના સમાજ ને આપેલ યોગદાન માટે સમાજ દવારા કાર્યકમ મુલતવી રાખવાની વાત કરતા  પરિવારે ગરબા નુ આયોજન થાય તે માટે સંમતિ આપી હતી   શરૂઆત માં ગરબામાં પણ તેમના માટે બે મિનીટ નું મૌન રાખી ગરબાની શરૂઆત કરી હતી.

જેમાં ગરબાના મુખ્ય દાતા સમાજના અનિલભાઈ જોષી, પરમેશ્વર ફાર્મના બાબુભાઈ દેસાઈ, વિભાગ તરફથી પણ અમને સારું યોગદાન મળ્યું હતું જેના લીધે અમે સૌને દૂધ પૌંઆ નો પ્રસાદ અને ગિફ્ટ વાઉચર તથા ત્રણ કેટેગરીમાં ઈનામ રાખ્યા હતા તેના લીધે ગરબે ઘૂમતા લોકોનો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો જેમાં ૧૫૦૦ થી વધુ લોકો આ ગરબામાં ભાગ લીધો હતો જેના આયોકમાં યુવા ટીમ મિલન પાઠક, ઈશિત ભટ્ટ, દીક્ષિતા વ્યાસ, વૈશાખી દવે , સમસ્ત યુવા ટીમ આયોજન કર્યું હતું જેમાં અમદાવાદ શહેરના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ શુક્લા અને રૂપેશભાઈ પંડયા નાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ થયો હતો જેમાં રાજ્ય કક્ષાના, શહેરના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર