સાયબર ક્રાઈમ રોકવા માટે ગૃહ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. વેપાર, રોકાણ કે નોકરીના બહાને નાણાં પડાવી લેનારાઓ સામે સરકાર કડક છે. કંબોડિયા અને મ્યાનમાર જેવા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં ફ્રોડ રેકેટ ચાલી રહ્યું હતું. 4 મહિનામાં સાયબર ક્રાઈમમાં વપરાતા 3.25 લાખ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
3000 થી વધુ URL અને 595 એપ્સ બ્લોક કરવામાં આવી હતી. જુલાઈ 2023 થી અત્યાર સુધીમાં 5.3 લાખ સિમ કાર્ડ અને 80848 IMEI નંબર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


