મુખ્ય સામગ્રી પર જાઓ

વડોદરા જિલ્લામાં ૨જી ઓક્ટોબર થી તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન

ગ્રામ વિકાસ, આરોગ્ય તથા મહિલા અને બાળવિકાસને લગતી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે.

વડોદરા જિલ્લામાં ૨જી ઓક્ટોબર થી તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન

વડોદરા: રાજ્યભરમાં તા.૦૨/૧૦/૨૦૨૩ના રોજ તમામ ગ્રામ પંચાયતોમાં સબકી યોજના સબકા વિકાસ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ સભાઓ આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં પણ તમામ ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા સહિત વિવિધ પ્રવૃત્તિઓ યોજાનાર છે.

સબકી યોજના સબકા વિકાસ કાર્યક્રમ અન્વયે મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશ યાત્રામાં ગ્રામજનો સહભાગી બને અને માતૃભૂમિનું ઋણ અદા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામ સભાઓમાં ગ્રામ વિકાસ સાથે સંકળાયેલ યોજનાઓ અને ટીબી મુકત ભારત અંતર્ગત  કાર્યોની સમીક્ષા તથા જાગૃતિ કાર્યક્રમો યોજાનાર છે. વધુમાં મહિલા તથા બાળ સભાઓનું આયોજન કરીને આંદોલનના ભાગરૂપે બાળકો તથા સગર્ભા માતા, ધાત્રીમાતા તથા કિશોરીઓ પોષણ સ્તર ઊંચું લાવવા માટે સ્થાનિક કક્ષાએ વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે.

આ કાર્યક્રમ હેઠળ દરેક ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાનું સુચારુ આયોજન થાય તે દરેક તાલુકામાં નોડલ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. ગ્રામ સભાને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં મહત્તમ લોકો ગ્રામસભામાં ભાગ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર