ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા રમતગમતની પ્રવૃત્તિઓ માટે યુનિવર્સિટીને વિવિધ ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાં વલ્લભ વિદ્યાનગર ઝોન-3ની કોલેજોની કબડ્ડી સ્પર્ધાનું તાજેતરમાં સત કૈવલ કોલેજ ઓફ ફાર્મસી (SKCOP) સારસા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એસ.વી.આઈ.ટી.) વાસદની બહેનો ની કબડ્ડી ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરી વિજેતા બનવાની ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી હતી.
ફાઇનલમાં SVITનો મુકાબલો GEC દાહોદ સાથે થયો હતો. ફાઇનલમાં SVITના ખેલાડીઓએ ઉચ્ચ કક્ષાની રમત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને વિજેતાને છાજે તેવા કૌશલ્યનું પ્રદર્શન કરી મુકાબલાને એકતરફી બનાવી ધમાકેદાર વિજય મેળવ્યો હતો.
આ જીત સાથે SVIT વાસદની બહેનો ઓની કબડ્ડી ટીમ સતત બીજી વખત GTU ઝોન-3 કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન બનવાની ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે.
વિજેતા SVIT ની ટીમ હવે આગામી GTU આંતર-ઝોનલ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે, જેનું આયોજન ટૂંક સમયમાં શ્રી સત્સંગી શક્તિધામ રામ આશ્રમ ગ્રુપ કોલેજ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, વડાસમા ખાતે કરવામાં આવશે.
SVITની કબડ્ડી ટીમ છેલ્લા ઘણા સમયથી ડૉ. વિકાસ અગ્રવાલ, (ડી.પી.ઈ. એસ.વી.આઈ.ટી., વાસદ)ના માર્ગદર્શન હેઠળ સઘન તૈયારી કરી રહી હતી. ટીમની આ ઐતિહાસિક સફળતા બદલ SVITના આચાર્ય ડૉ. ડી. પી. સોનીએ ખેલાડીઓની પ્રશંસા કરી આનંદ વ્યક્ત કર્યો હતો.
ધી ન્યૂ ઇંગ્લીશ સ્કૂલ ટ્રસ્ટ, વાસદ ના ટ્રસ્ટી શ્રીમતી કુશાંગીબેન પટેલ અને શ્રીમતી કામિનીબેન પટેલ વિજેતા કબડ્ડી ટીમની બહેનોને વ્યક્તિગત રીતે મળીને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આગામી આંતર-યુનિવર્સિટી અને આંતર-ઝોનલ સ્પર્ધાઓમાં ખેલાડીઓને જરૂરી તમામ સહયોગ અને પ્રોત્સાહન આપવાની ખાતરી સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે SVIT વાસદના અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી શંભુભાઈ પટેલ, મંત્રી શ્રી દીપકભાઈ પટેલ, ખજાનચી શ્રી કિશોરભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની તથા સમગ્ર SVIT પરિવાર દ્વારા ડૉ. વિકાસ અગ્રવાલ અને વિજેતા કબડ્ડી ટીમને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.