મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ગુજરાત ટાઇટન્સે ચાહકોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

ટીમ માટે આ દિવસ ખૂબજ મહત્વ ધરાવે છે કારણકે તે રાજ્યની સંસ્કૃતિ અને લાગણીઓને પ્રતિબિંબિત કરે છે

ગુજરાત ટાઇટન્સે ચાહકોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

અમદાવાદ : ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (જીટી)એ 31 માર્ચ, 2023ના રોજ અમદાવાદમાં તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિજય સાથે તેની નવી સિઝનનો પ્રારંભ કર્યો છે. ટીમ પહેલીવાર તેના હોમ ગ્રાઉન્ડ્સ ઉપર રમી રહી છે. ટાટા આઇપીએલની રોમાંચક સિઝન ચાલી રહી છે ત્યારે ગુજરાત ટાઇટન્સની સમગ્ર ટીમે “ગુજરાત સ્થાપના દિવસ”ના શુભ અવસર ઉપર તેમના ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. ટીમ માટે આ  દિવસ ખૂબજ મહત્વ ધરાવે છે કારણકે તે રાજ્યની સંસ્કૃતિ અને લાગણીઓને પ્રતિબિંબિત કરે છે.

ગુજરાત ટાઇટન્સે ફિલ્ડ ઉપર ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ચાહકોના દિલ જીતવાની સાથે-સાથે બેજોડ ફન એંગેજમેન્ટ રણનીતિઓ સાથે વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છે. ટીમ ફિલ્ડની અંદર અને બહાર સતત પ્રયાસો દ્વારા ચાહકોને વધુ ઉત્સાહ પૂરો પાડવા માટે કટીબદ્ધ છે.
ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નહેરાએ કહ્યું હતું કે, “વિશ્વની અગ્રણી ટી-20 ટુર્નામેન્ટમાં ગુજરાતના લોકોનું પ્રતિનિધિત્વ કરતાં ટાઇટન્સ ગર્વ અનુભવે છે. ગુજરાતના લોકોએ અમને દિલથી ટેકો આપ્યો છે અને તેમના પ્રેમ માટે અમે હંમેશા આભારી છીએ. અમે અમારા તમામ ચાહકોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ કારણકે આપણે આ સુંદર રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી માટે એક સાથે આવ્યાં છીએ.”

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, “ટાટા આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. જ્યારે પણ હું ફિલ્ડ ઉપર આવું ત્યારે હું ગુજરાતના લોકોના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરવાનો પ્રયાસ કરું છું તથા અમારા પ્રદર્શન દ્વારા ઉજવણી કરવાનું એક કારણ આપું છું. ગુજરાતના લોકોએ અમને સતત તેમનો પ્રેમ અને સહયોગ આપ્યો છે, જે મેળવીને અમે ધન્ય છીએ. અમારા ચાહકો અને સમર્થકોને ગુજરાત દિવસની શુભેચ્છાઓ.” 

ગુજરાત ટાઇટન્સના ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ કહ્યું હતું કે, “આ પ્રસંગે અમે દરેકને ગુજરાત દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. અમદાવાદમાં અમારા ચાહકોની સામે રમવું અમારા માટે સૌથી સંતોષકારક છે. રાજ્યના લોકોએ હંમેશા અમારું સ્વાગત કરું છે
અને પ્રેમ કર્યો છે. અમે તેમને ગૌરવ અપાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

fashion

સંબંધિત સમાચાર

travel