મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ: વાપીમાં ૮ ઇંચ વરસાદ, ૧,૫૨૮ લોકોનું કરાયું સ્થળાંતર

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના અહેવાલ મુજબ, ગત ૨૪ કલાક દરમિયાન ગુજરાતના ૩૪ જિલ્લાના ૨૨૫ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર વચ્ચે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.

ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ: વાપીમાં ૮ ઇંચ વરસાદ, ૧,૫૨૮ લોકોનું કરાયું સ્થળાંતર

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૪ જિલ્લાના ૨૨૫ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ૮ ઇંચથી વધુ, પારડી અને ઉમરગામ તાલુકામાં ૬-૬ ઇંચ કરતા વધુ, સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૬ ઈંચથી વધુ જ્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ૬ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આજે, તા. ૦૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૨૦.૪૪ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર રીઝીયનમાં સૌથી વધુ ૨૬.૭૯ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૨૪.૯૮ ટકા, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ૧૫.૨૦, ઉત્તર ગુજરાતમાં ૧૧.૯૯ ટકા અને સૌથી ઓછો કચ્છમાં ૧.૯૨ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

SEOCના અહેવાલ મુજબ સવારે ૮:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમમાં હાલ ૨.૧૭ લાખ mcft પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૬૫ ટકા જેટલો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૪૦.૦૧ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૧ ડેમ હાઇ એલર્ટ, ૦૪ ડેમ એલર્ટ અને ૦૭ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૬થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૧,૫૨૮ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૧,૩૪ નાગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRF-SDRFની કુલ ૩૬ ટીમો જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Tags: સૌરાષ્ટ્ર NDRF-SDRF ઉત્તર ગુજરાત ઉત્તર-મધ્ય ગુજરાત ડેમ એલર્ટ સરદાર સરોવર ડેમ દક્ષિણ ગુજરાત

સંબંધિત સમાચાર