અમદાવાદ શહેરમાં સાયન્સ સીટી ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નું આયોજન કરવામાં આવ્યું છે, સંચાર રાજ્યમંત્રી અને સાંસદ શ્રી દેવુ સિંહ ચૌહાણ, આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ સુધી ચાલનારા આ વર્કશોપનો મંત્રીશ્રીના હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો હતો.
વર્કશોપમાં હેમ રેડિયો અને તેમની અત્યાધુનિક સેવાઓ, ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગેરેના.પ્રદર્શનના સ્ટોલનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમની મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ એ મુલાકાત લઈને, હેમ રેડિયોની વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી તેમજ ટેકનિકલ સૂચનો પણ કર્યા હતા.
આ વર્કશોપમાં 600થી વધુ હેમ રેડિયો ટેકનિકલ લોકોએ ભાગ લીધો છે. હેમ રેડિયો કુદરતી આપત્તોમાં લોકોને માહિતી અને યોગ્ય મદદ કરવામાં સહાયરૂપ બને છે. ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી ઘટનાઓમાં ગુજરાત સહિત દેશભરમાં હેમ રેડિયો ખૂબ જ અસરકારક માધ્યમ બન્યું છે. મોબાઇલ નેટવર્ક જતા રહે છે ત્યારે હેમ રેડિયોથી લોકો સાથે યોગ્ય માહિતી અને સમાચારો પહોંચાડી શકાય છે ત્યારે હેમફેસ્ટ ઇન્ડિયાના માધ્યમથી યોજાતા, આવા વાર્ષિક સંમેલનોના માધ્યમથી, સરકાર, જરૂરી સૂચનોના આધારે યોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં તત્પર રહે છે અને કેન્દ્ર સરકાર દ્વારા હેમ રેડિયો ધારકોને લાયસન્સ રીન્યુ કરવા સહિતની જરૂરી ટેકનિકલ સુવિધાઓ પણ સરળતાથી ઉપલબ્ધ બની રહે તેવા ફેરફારો પણ કર્યા છે તેમ મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ એ માહિતી આપતા જણાવ્યું હતું.
હેમ્ફેસ્ટ કુદરતી આફતોમાં લોકોની મદદ કરે છે. ભૂકંપ વાવાઝોડા જેવી કુદરતી હેમ રેડિયો કામ આવે છે. મોબાઈલ નેટવર્ક જતા રહે ત્યારે હેમ્ફેસ્ટ રેડિયોથી વાતચીત કરી શકાય છે. હેમફેસ્ટ ઇન્ડિયા રેડિયો ઓપરેટરનો વાર્ષિક સંમેલન દર વર્ષે યોજાતો હોય છે જે ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો દ્વારા આયોજન કરાય છે.
આ પ્રસંગે હેમફેસ્ટના ચેરમેન ડોક્ટર એસ કે નંદા, કન્વીનર ઈ. રાધાક્રિષ્ના સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા