બાંગ્લાદેશમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. બાંગ્લાદેશમાં બે ટ્રેનો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે, રોઇટર્સે પોલીસને ટાંકીને અહેવાલ આપ્યો છે. મૃત્યુઆંક વધી શકે છે. સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઈસ્લામે જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે બાંગ્લાદેશી મીડિયા અનુસાર, મૃત્યુઆંક 20ને પાર કરી ગયો છે.
રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે
ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું કે આ ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ફાયર સર્વિસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સ્થાનિક પોલીસ અધિકારી સિરાજુલ ઈસ્લામે જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
બાંગ્લાદેશી મીડિયા અનુસાર, મૃત્યુઆંક 20 છે
તે જ સમયે, બાંગ્લાદેશી ટીવી ચેનલ અનુસાર, આ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે. ભૈરબ રેલ્વે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ (OC) મોહમ્મદ અલીમ હુસૈન શિકદારે જણાવ્યું હતું કે ઢાકા જતી પેસેન્જર ટ્રેન 'એગારોસિન્દુર એક્સપ્રેસ ટ્વીલાઈટ' અને કિશોરગંજ જતી ગુડ્સ ટ્રેન વચ્ચે સોમવારે બપોરે લગભગ 3:30 વાગ્યે ભૈરબ રેલ્વે સ્ટેશનની હદમાં અકસ્માત થયો હતો.


