(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : ભાદરવા સુદ ચોથ નું ઘણું મહત્વ હોય છે ત્યારે આજે ગણેશ ચતુર્થી ના શુભ દિવસે રાજપીપળા દરબાર રોડ પર આવેલા 84 વર્ષ જૂના રત્ન ગણેશ મંદિરમાં ભગવાન ગણેશની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભંડારો કરવામાં આવનાર છે આ મંદિર માં આજે સવારથી વિઘ્નહર્તા ગણેશજીનાં દર્શનાર્થે મોટી સંખ્યમાં ભક્તિ આવી રહ્યા છે ત્યારે મંદિરનાં પુંજારી મહેશભાઈ ઋષિએ ભગવાન ગણેશજી ને આજે તેમની વર્ષગાંઠ નિમિતે ખુબ સારી રીતે સજાવ્યા હતા અને પૂંજા પાઠ કરી સૌ ભક્તો ની મનોકામના માટે પ્રાર્થના કરી હતી.
આજથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો હોય રાજપીપળા શહેરમાં અનેક જગ્યાઓ પર દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે જેમાં અમુક ફળિયામાં દર વર્ષે અવનવા અને કઈક મેસેજ આપતા ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ કઈક હટ કે કરવા વાળા આયોજકો અલગ કરશે હાલ પહેલા દિવસે મંડપનું ડેકોરેશન સહિતની તૈયારીઓમાં યુવાનો જોતરાઈ ગયા છે જોકે ઘણા દિવસોથી વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે વરસતા મેઘરાજાની વચ્ચે પણ આયોજકએ કામગીરી ચાલુ રાખી છે.