મુખ્ય સામગ્રી પર જાઓ

વડોદરા જિલ્લાના ગામોમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન થકી સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

જિલ્લાના તાલુકાનાં ગામોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સખી મંડળની  બહેનો/ગ્રામજનો/મહાનુભાવો વગેરે દ્વારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અંતર્ગત શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લાના ગામોમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન થકી સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

વડોદરા જિલ્લાના તાલુકાનાં ગામોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સખી મંડળની બહેનો/ગ્રામજનો/મહાનુભાવો વગેરે દ્વારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અંતર્ગત શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૫ સપ્ટેમ્બર થી ૧૫ ઓક્ટોબર સુધી ચાલનાર સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અંતર્ગત વડોદરા જિલ્લાના તાલુકાનાં ગામોમાં સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં ઉકરદાઓનો નિકાલ, જાહેર માર્ગો અને રસ્તાઓની સફાઈ, જાહેર અસ્ક્યામતોની સફાઈ, શાળા આંગણવાડીની સફાઈ, તેમજ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ વિગેરે જેવી સ્વચ્છતા લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવી. ઉપરાંત શાળા અને આંગણવાડી સેન્ટર અને ગામ ફળિયાઓમા સ્વચ્છતાને લગતી અક્ટિવિટી જેમકે સ્વચ્છતા રેલી
પ્રભાતફેરી, ફળિયા મિટિંગ, વગેરે કાર્યક્રમો કરી ગામડાઓને કચરા મુક્ત બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા.

સંબંધિત સમાચાર