(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામમાં સાસરિયાં નાં ત્રાસ થી પરણીતા એ પોતના પિયર વાઘપરા ગામ માં દવા પી લેતા સારવાર દરમિયાન મોતને ભેટી હતી.
મળતી વિગતો અનુસાર રેખાબેન અશ્વીનભાઇ શનાભાઇ તડવી, રહે.નવા વાઘપરા (જીતનગર) તા.ગરૂડેશ્વર જી.નર્મદા ની દિકરી દિવ્યાબેન ને તેનો પતી સંજીવભાઇ મનહરભાઇ તડવી તથા તેની માતા ભાવનાબેન મનહરભાઇ તડવી અને તેની બહેન સત્યવતીબેન મનહરભાઇ તડવી નાઓ છેલ્લા ત્રણેક માસથી અવાર નવાર તને જમવાનુ બનાવતા આવડતું નથી અને લગ્નમાં તારા બાપના ઘરેથી સારી વસ્તુ લાવી નથી તેમ કહી શારીરીક અને માનસીક ત્રાસ આપતા હતા અને તા.૨૨/૦૯/૨૦૨૩ના રોજ પણ પતિ સંજીવ તડવી અને તેની બહેન સત્યવતીએ ઝઘડો કરી ત્રાસ આપતાં તેણે ત્રાસથી કંટાળી પોતાના પિયર માં આવી ઝેરી દવા પી લેતાં તેનુ સારવાર મોત થયા રાજપીપળા પોલીસે પતિ,સાસુ અને નણંદ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.