મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ મંડળ પર ડીઆરએમ ચેમ્પિયનશિપનું શુભારંભ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ અસોસીએશન (ADSA) દ્વારા ડીઆરએમ ચેમ્પિયનશિપનું આયોજન 25 ઓક્ટોબરથી 9 નવેમ્બર 2023 સુધી કરવામાં આવશે.

અમદાવાદ મંડળ પર ડીઆરએમ ચેમ્પિયનશિપનું શુભારંભ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ અસોસીએશન (ADSA) દ્વારા  ડીઆરએમ ચેમ્પિયનશિપનું આયોજન 25 ઓક્ટોબર થી 9 નવેમ્બર 2023 સુધી કરવામાં આવશે. આ કાર્યક્રમ ની શરૂઆત અસોસીએશન ના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા કરવામાં આવી.

આ રમત પ્રતિયોગિતાના વિશે અસોસીએશનના સચિવ અને વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર, શ્રી અભિષેક કુમાર સિંહએ માહિતી આપી હતી કે અમદાવાદ મંડળ આ વર્ષે 2023-24માં આયોજીત  ડીઆરએમ ચેમ્પિયનશિપ કુલ 10 ઇવેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કેરમ, શતરંજ, એટલેટીક્સ, સ્વિમિંગ અને ટગ ઓફ વોર જેવા લોકપ્રિય રમતોનો સમાવેશ થાય છે

આ પ્રતિયોગીતામા કુલ 16 ટીમો દ્વારા ભાગ લેવામાં આવી રહ્યો છે, જેમાં તમામ વિભાગોની ટીમો કારખાના, સાબરમતી, સ્ટોર, નિર્માણ વિભાગ અને ગાંધીધામ એરીયા મેનેજર ટીમનો સમાવેશ થાય છે

ડીઆરએમ ચેમ્પિયનશિપ ખેલાડીઓને રમતગમત તરફ આગળ લઈ જવાનું એક મહત્વપૂર્ણ પગલું છે. શારીરિક તંદુરસ્તી માટે રમતગમત ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સંબંધિત સમાચાર