રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નરેલા વિસ્તારમાં આજે અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બે લોકોએ ગોળીબાર કર્યો હતો.
આરોપી ફરાર થયો
પોલીસે જણાવ્યું કે ગોળી વાગતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. ગુનાને અંજામ આપી બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ગેંગ વોર છે કે પરસ્પર દુશ્મનાવટ. પોલીસની ટીમ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને તપાસમાં લાગેલી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના નરેલાના હાલાપુર ગામમાં બની હતી, જેમાં એક સ્થાનિક બિલ્ડિંગ મટિરિયલ સપ્લાયરનું ગોળી વાગવાથી મોત થયું હતું.


