મુખ્ય સામગ્રી પર જાઓ

જાફરાબાદ એસબીઆઈ બેંક સરકાર શ્રી ના પરિપત્રોનો કરી રહીં છે ઉલાળીયો

પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક ગ્રાહકોને આપી રહી છે ઉડાઉ જવાબ.  

જાફરાબાદ એસબીઆઈ બેંક સરકાર શ્રી ના પરિપત્રોનો કરી રહીં છે ઉલાળીયો

જાફરાબાદ ખાતે આવેલ એસબીઆઈ બેંક દ્વારા શહેરી ફેરિયાઓ ને પી.એમ. સ્વનિધિ અંતગર્ત લોન સહાય આપવામાં વિવિધ બહાનાઓ અને કારણ દર્શાવીને અરજદારોને લોન સહાય આપવામાં આવતી નથી અને કહેવામાં આવે છે કે અમારી બેંક પૂરતો સ્ટાફ નથી અને આ સરકારને લગતી યોજના છે. તો શું સરકારી યોજનાઓ નો અમલ નથી કરવાનો ? અરજદારને ખોટાં વાયદાઓ આપી ખોટા વાયદાઓ આપીને ધરમ ધક્કા ખવડાવવામાં આવે છે. અને પી.એમ.સ્વનિધિ લોન લાભાર્થીઓ આખરે કંટાળીને લોન લેવાનું માંડી વાળે છે. જનતા જનાર્દન ને યોજનાનો લાભ મળતો નથી મોટી ગુલબાંગો ફેંકતી નેતા ગીરી ધ્યાન આપશે ? કે પછી હોતા હૈ ચલતા હૈ તેવી નિતી અપનાવવામાં આવશે તેવું જાફરાબાદની જનતા જનાર્દન માંથી ચચૉઓ થઈ રહી છે . આ બાબતે નગરપાલિકા દ્વારા આ યોજનાને લગતા સંબંધિત અધિકારીઓને લેખિત જાણ કરવા આવી છે.

સંબંધિત સમાચાર