નવી દિલ્હી : દેશની અગ્રણી માસ પ્રિમીયમ ઓટોઉત્પાદક કિયા ઇન્ડિયાએ આજે ઘોષણા કરતા જણાવ્યું છે કે સ્પીન્ની સાથે મળીને ઓટોકાર ઇન્ડિયા યૂઝ્ડ કાર સ્ટડી (4થી આવૃત્તિ) દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં કિયા સેલ્ટોસ મિડ-એસયુવી સેગમેન્ટમાં શ્રેષ્ઠ કામગીરી ધરાવતા મોડેલ તરીકે ઉભરી આવી છે. અભ્યાસના અનુસાર કિયા સેલ્ટોસ પેટ્રોલ-ઓટોમેટીકએ પોતાના મૂલ્યમાં 79% જાળવી રાખ્યા છે, જે તેના સેગમેન્ટમાં સૌથી વધુ છે તેમજ તે તેના મજબૂત માલિકી પ્રમાણ, ટકાઉ ગ્રાહક માંગ અને લાંબા ગાળા સુધી મૂલ્ય જાળવી રાખવાની બાબતને પ્રસ્થાપિત કરે છે.
અભ્યાસમાં વધુ એ બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો કે સેલ્ટોસ પેટ્રોલ-ઓટોમેટીકની માલિકીના પાંચ વર્ષથી વધુ સમયગાળામાં સતત શેષ મૂલ્ય જોઇએ તો એક વર્ષ બાદ પણ પોતાનું 79% મૂલ્ય, ત્રણ વર્ષ બાદ 67%, અને પાંચ વર્ષ બાદ 57% મૂલ્ય જાળવી રાખ્યું છે. સમગ્ર સેલ્ટોસ રેન્જમાં આ મોડેલે ત્રણ બાદની માલિકી બાદ સરેરાશ 66%, તેમજ પાંચ વર્ષ બાદ 55% સુધી જાળવી રાખ્યું છે, જે અભ્યાસના ડેટા અનુસાર આ સેગમેન્ટમાં સૌથી ઊંચુ છે.
આ માન્યતા પર ટિપ્પણી કરતા કિયા ઇન્ડિયાના માર્કેટિંગ અને સેલ્સના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી અતુલ સુદએ જણાવ્યું હતું કે “સૌથી ઊંચી રિસેલ વેલ્યુ એ ગ્રાહકના વિશઅવાસ, પ્રોડક્ટની ઇચ્છાશક્તિ અને લાંબા ગાળાની માલિકીના આત્મવિશ્વાસનું સ્પષ્ટ સુચક છે. આ તારણો કિયા સેલ્ટોસની કાયમી આકર્ષણની પુષ્ટિ કરે છે અને ગ્રાહકો તેની ગુણવત્તા, પ્રદર્શન, ટેકનોલોજી અને એકંદર માલિકી અનુભવમાં જે વિશ્વાસ રાખે છે તે પ્રતિબિંબિત કરે છે. કિયા ખાતે, અમે જે ગ્રાહકોને તેમની માલિકી યાત્રા દરમિયાન મૂલ્યનું સર્જન કરે છે એવા ઉત્પાદનો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”
ભારતમાં તેની રજૂઆત કરાઇ ત્યારથી કિયા સેલ્ટોસને તેની નક્કર ડિઝાઇન, એડવાન્સ્ડ ટેકનોલોજી, વિસ્તૃત સુરક્ષા ફીચર્સ અને મજબૂત કામગીરી માટે વ્યાપકપણે ઓળખી કાઢવામાં આવી છે. આ મોડેલનુ ભારતમાં અત્યાર સુધીમાં 6.5 લાખ યુનિટથી વધુનું વેચાણ થયું છે, જે ગ્રાહકની ટકાઉ માંગનું પ્રતિબિંબ પાડે છે અને કિયાની અત્યંત સફળ વૈશ્વિક પ્રોડક્ટ્સમાંની એક તરીકે તેને પ્રસ્થાપિત કરે છે. સતત પ્રોડક્ટ વિસ્તરણ અને મજબૂત બ્રાન્ડ ઇક્વિટીએ સેલ્ટોસને વધુમાં દેશમાં સૌથી વધુ ઇચ્છીત એસયુવી તરીકે મજબૂત બનાવી છે.
મજબૂત શેષ મૂલ્યએ ઘસારા સબંધિત ખર્ચાઓમાં ઘટાડો કરીને, વિનીમય (એક્સચેંજ)માં સુધારો કરીને અને તકોને અપગ્રેડ કરીને તેમજ માલિકીપણાના એકંદરે ખર્ચમાં ઘટાડો કરીને ચડીયાતા માલિકી અનુભવમાં યોગદાન આપે છે. તાજેતરનો અભ્યાસ નવીનતા, ગુણવત્તા અને લાંબા ગાળાના મૂલ્યના સંયોજન ઇચ્છતા ગ્રાહકો માટે સેલ્ટોસની આકર્ષક પસંદગી તરીકેની સ્થિતિને મજબૂત બનાવે છે.
કિયા ઇન્ડિયા ફક્ત અસાધારણ માલિકીનો અનુભવ જ નહીં પરંતુ સમય જતાં ટકાઉ મૂલ્ય પણ પ્રદાન કરે છે તેવા મોબિલીટી ઉકેલો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.