(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અંતરિયાળ ગામમાં જઈ ને હાલમાં પી. એમ. કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી હપ્તો લાભાર્થી ને મળે તે માટે ગ્રામ સેવક ટીમ દ્વારા ઘરે ઘરે જઈને kyc કરવામાં આવી રહ્યું છે.
જે મોટી ઉંમર ના લોકો માંટે વરદાન સાબિત થઇ રહ્યો છે તેવો જ એક કિસ્સો મોટીભમરી ગામના રહેવાસી પાંડિયાભાઈ તલસીભાઈ વસાવા ની ઉંમર ઘણી વધુ હોવાથી અને તેઓ ચાલી શકતા નથી તેથી પી એમ કિસાન સમ્માન નિધિ યોજના નો લાભ મેળવવા મા ઘણી સમસ્યા ઓ હતી. કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખેડુત ખાતેદાર ને ૨ હજાર રૂપિયા નો હપ્તો મળે તે માટે ગ્રામસેવક ટીનાબેન એમ નાયક દ્વારા ગામ માં પહોંચી ને જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી.
ખેડૂત લાભાર્થીને યોજનાનો લાભ મળતો થશે.એવી પ્રશંસનીય કામગીરી ગ્રામસેવક દ્વારા કરવામાં આવેલ છે.