માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરડીયાળી ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ -૭૮ તથા બોટલ નંગ-૩૦૧૭ કિ.રૂા.૨,૩૮,૯૭૦/- તથા બોલેરો કેમ્પર ગાડી તથા મોબાઇલ નંગ-૦૨ તથા રોકડ રકમ સાથે કુલ મુદ્દામાલ-૪,૪૯,૯૭૦/- ના સાથે એક ઈસમને એલ.સી.બી.પાલનપુર દ્વારા પકડી લેવાંમાં આવ્યો હતો.
શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા, શ્રી ડી.આર.ગઢવી, પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી.પાલનપુર નાઓના માર્ગદર્શનમુજબ, એલ.સી.બી.સ્ટાફના કામગીરી કરનાર અધિકારીશ્રી અશોકભાઇ,હેડકોન્સ.,એલ.સી.બી. ચિરાગસિંહ, પો.કોન્સ.,એલ.સી.બી
માનસંગભાઇ,પો.કોન્સ.,એલ.સી.પ્રકાશભાઈ,પો.કોન્સ.,એલ.સી.બી. ના માણસો માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મળેલ કે એક બોલેરો કેમ્પર જેના રજી નં-GJ 14 U 6520 વાળીગાડી ભાટકી તરફથી મંડાલી ગામ તરફ જનાર છે જે હકીકત આધારે જોરડીયાળી ગામના કાચા રસ્તે એક ઈસમ સાથે પકડી પાડેલ જે બોલેરો કેમ્પર જેના રજી નં-GJ 14 U 6520 જેમાં ચાલક ઈસમ મહેન્દ્રકુમાર સ/ઓ ક્રિષ્નારામ જાતે.બીશ્નોઈ રહે.જથ્થૈશ્વરપુરા વિછીવાડી તા.જિ-સાંચોર (રાજસ્થાન) વાળો હોવાનું જણાવેલ અને દારૂ ગે.કા અને વાર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની બોટલો તથા બિયર ટીન મળી કુલ પેટી નંગ-૭૮ બોટલ/ટીન નંગ-૩૦૧૭ કિ.રૂા.૨,૩૮,૯૭૦/- તથા બે એન્ડ્રોઈડ મોબાઈલ કિ.રૂ-૮૦૦૦/-તથા રોકડ રકમ રૂ- ૩000/- તથા બોલેરો કેમ્પર ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- રાખી જે ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા પકડાઇ જતા કુલ કિ.રૂ. ૪,૪૯,૯૭૦/-ના મુદ્દામાલ સાથે જેઓ વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટનો ગુન્હો નોંધી માવસરી પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.