જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ડાછન વિસ્તારમાં મંગળવારે સાંજે મારુતિ કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના અંગે જમ્મુ અને કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, એક મારુતિ કાર, જેનો નંબર JK01K-5426 હતો, હેરોઈન નાલા ડાછનમાં અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું કે અકસ્માત બાદ તરત જ પોલીસ સ્થાનિક લોકો સાથે ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ લઈ ગયા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઘટના અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે કાર રસ્તા પરથી લપસીને ઉંડી ખાઈમાં પડી હતી. કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે આ કરુણ ઘટના બની હતી. પોલીસે હજુ સુધી મૃતકો અને ઘાયલોની ઓળખ જાહેર કરી નથી.


