મુખ્ય સામગ્રી પર જાઓ

મનિકા પ્લાસ્ટેક લિમિટેડનો આઈપીઓ શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026 ના રોજ ખુલશે

મનિકા પ્લાસ્ટેક લિમિટેડ દ્વારા તેના ઇક્વિટી શેરના પ્રારંભિક પબ્લિક ઓફર (IPO) માટેની તારીખો અને વિગતો જાહેર કરવામાં આવી છે. કંપનીનો આઈપીઓ શુક્રવાર, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ખુલ્લો મુકવામાં આવશે અને બુધવાર, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બંધ થશે. રોકાણકારોમાં આ પબ્લિક ઇશ્યૂને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મનિકા પ્લાસ્ટેક લિમિટેડનો આઈપીઓ શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026 ના રોજ ખુલશે

મનિકા પ્લાસ્ટેક (The “Company”) તેના ઇક્વિટી શેરના આઈપીઓ માટેની બિડ/ઓફર શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ખોલશે.

ઓફર માટે ઇક્વિટી શેર દીઠ પ્રાઇઝ બેન્ડ રૂ. 40થી રૂ. 43 નક્કી કરવામાં આવ્યો છે (“Price Band”).

ઓછામાં ઓછા 348 ઇક્વિટી શેર માટે બિડ કરી શકાશે અને ત્યારબાદ 348 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકાશે (“Minimum Bid Lot”).

એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026 રહેશે. બિડ/ઓફર શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે અને બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે.

આ ઓફરમાં કુલ રૂ. 92.5 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”) અને કુલ 76,74,418 ઇક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલ (“Offer for Sale”) સામેલ છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે.

કંપની ઓફરમાંથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ નીચેના હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે:

(1) પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટેના મૂડી ખર્ચને ભંડોળ પૂરું પાડવા;

(2) કંપની દ્વારા લેવામાં આવેલી કેટલીક લોન અને અન્ય ઋણની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી અને/અથવા સમય પહેલાં ચુકવણી કરવા માટે અને

(3) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE” and together with BSE, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુ માટે બીએસઈને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે નક્કી કરવામાં આવ્યું છે.

પેન્ટોમેથ કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર છે.

આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 195ના નિયમ 19(2)(બી) અનુસાર અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 (સુધારેલા) (“SCRR”) સાથે વાંચીને કરવામાં આવી રહી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32(2)ના મુજબ ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સાની ફાળવણી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs” અને આવો હિસ્સો “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે અમારી કંપની, બુક રનિંગ લીડ મેનેજરો સાથે ચર્ચા કરીને ક્યુઆઈબી હિસ્સામાંથી મહત્તમ 60 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર એન્કર ઇન્વેસ્ટર્સને પોતાની વિવેકબુદ્ધિ મુજબ ફાળવી શકશે (“Anchor Investor Portion”), જે પૈકી 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રાખવામાં આવશેઃ (1) 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રખાશે અને (2) 6.67 ટકા હિસ્સો જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. ઉપર મુદ્દા (2)માં જણાવ્યા મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી થઈ શકે છે. એન્કર ઇન્વેસ્ટર હિસ્સામાં અંડર-સબ્સ્ક્રીપ્શન કે નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી હિસ્સામાં ઉમેરવામાં આવશે (એન્કર ઇન્વેસ્ટર હિસ્સા સિવાય) (“Net QIB Portion”). આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી હિસ્સાના 5 ટકા શેર માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવવામાં આવશે અને બાકીના નેટ ક્યુઆઈબી હિસ્સાની ફાળવણી તમામ ક્યુઆઈબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય), જેમાં મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે, તેમને પ્રમાણસર ધોરણે કરવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઇશ્યૂ પ્રાઇઝ અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. 

Tags: આઈપીઓ મનિકા પ્લાસ્ટેક લિમિટેડ

સંબંધિત સમાચાર