માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ ટ્રેન ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પરિયોજનાથી માત્ર રેલવેને જ નહીં, પણ માર્ગ વાહનવ્યવહાર પણ વધારે સારો અને સુરક્ષિત બનશે. વળી તેનાથી સ્થાનિક લોકોને પણ આવવા-જવાની સારી સુવિધા મળી રહેશે.
મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્માએ આ પ્રોજેક્ટનું મહત્ત્વ જણાવતાં કહ્યું કે આ રોડ ઓવર બ્રિજ બનવાથી લોકોને સારી રીતે આવવા-જવાની સુવિધા મળશે તેમ જ સમય અને ઇંધણની પણ બચત થશે.
આ પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે
1. કલોલ-ગાંધીનગર સેક્શન : આ સેક્શનમાં કોલવડા-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 11 કિ.મી. 18/8-9 પર લગભગ 101 કરોડ રૂપિયાના ખર્ચે ચાર લેન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. જેથી ગાંધીનગર સિટી, કલોલ, વાવોલ, જીઆઇડીસી વિસ્તાર, પેથાપુર ગામ વગેરેને લાભ થશે.
2. ખોડિયાર-ગાંધીનગર સેક્શન : ખોડિયાર-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ સંખ્યા 13 કિ.મી. 522/6-7 પર લગભગ 120 કરોડ રૂપિયાના ખર્ચે ચાર લાઇન રોડ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. ગાંધીનગર સિટી, પેથાપુર ગામ તેમજ રાંધેજાની સમાન્ય જનતાને આનો લાભ મળશે.
3. કલોલ-ગાંધીનગર સેક્શન : કોલવડા-ગાંધીનગર વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 9 કિ.મી. 16/0-1 પર લગભગ 120 કરોડ રૂપિયાા ખર્ચે ચાર લાઇન રોડ ઓવર બ્રિજ
બનાવવામાં આવશે. વાવોલ, ઉવારસદ, અડાલજ, ગાંધીનગર સિટી, સેરથા તેમજ
ઝુંડાલના લોકોને આનો લાભ મળશે.
રેલ મંત્રાલયના આ પગલાંથી રેલ વાહનવ્યવહારની વધારે સારી સેવાઓ પ્રદાન કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે અને તે સાથે યાત્રીઓને પણ સુખમય સફરનો અનુભવ કરવા મળે તે માટે મદદ કરી રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે અને અમદાવાદ મંડળના લોકો માટે એક મોટી વાહનવ્યવહારની સુવિધા પ્રત્યેનું મહત્ત્વપૂર્ણ પગલું છે.